ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં જિલ્લાના ચાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ઝડપાઈ હતી.આ બનાવમાં પોલીસ ટીમે ચાઇનીઝ દોરી નંગ-84 રૂ 25 હજારનો મુદ્દામાલ જપ્ત કરી જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. બાલા શિનોરમાંથી ચાઇનીઝ દોરીનું ગોડાઉન પકડાયા બાદ ખેડા જિલ્લામાંથી રોજબરોજ ફિરકીઅો પકડાઇ રહી છે.
ખેડાના ધરોડામાં આવેલ ખોડલ કિરાણા સ્ટોરમાંથી માનસિંગ ફુલાભાઇ સોલંકીને દોરીના ફિરકા નંગ-40 રૂ 12 હજારનો મુદ્દામાલ ખેડા પોલીસે જપ્ત કર્યો હતો.જ્યારે મહેમદાવાદ પોલીસે ત્રણ સ્થળે દરોડો પાડી કાર્યવાહી હાથ ધરી હતી.જેમાં ઘોડાસરના રહેમતનગરમાં રહેતા ગુલાબખાન સરીફખાન પઠાણને દોરી નંગ-4 રૂ 1200,કેસરા રબારીવાસમાં કીરીટ જેઠાભાઇ તળપદાને રીલ નંગ-6 રૂ 2700 અને હલદરવાસ અનુરાધા હોસ્પિટલની બાજુમાંથી અશ્વિન બળદેવભાઇ પટેલને ફિરકા નંગ-10 રૂા. 3 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
વળી ઠાસરા પીપલવાડા દુધની ડેરી પાસે ઇરફાનહુશેન ઇસ્માઇલમીયા શેખને દોરીના ફિરકા નંગ-14 રૂ 4200 અને નડિયાદ શહેરના ન્યુ શોરોક મિલ પાસેથી મનીષ ગણપતભાઇ તળપદાને રીલ નંગ-10 રૂ 2100 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.