ફોર્મ ભરવાની મુદત પૂર્ણ:ખેડા જિલ્લાની 6 બેઠકો પર 81 ઉમેદવારોએ ફોર્મ ભર્યા, આવતીકાલે ઉમેદવારીપત્રોની ચકાસણી થશે

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આગામી 21મી નવેમ્બર ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ બાદ સમગ્ર જિલ્લાની 6 વિધાનસભા બેઠક પરનું ચિત્ર સ્પષ્ટ થશ

ખેડા જિલ્લાની 6 વિધાનસભા બેઠક માટે 10મી નવેમ્બરથી નામાંકન પત્ર ભરવાની કામગીરી ચાલુ હતી. જે કામગીરીનો આજે અંતિમ દિવસ હતો. આજે ઉમેદવારોએ ઉમેદવારી પત્ર ભર્યા બાદ અંતિમ દિવસે કુલ 81 ઉમેદવારોએ 117 ઉમેદવારી પત્રો ભર્યા છે. આવતીકાલે 18મી નવેમ્બરના રોજ ઉમેદવારી પત્રોની ચકાસણી થનાર છે અને ખામી વાળા તથા જરૂરિયાત મુજબની વિગત નહી ભરી હોય તેવા ઉમેદવારી પત્રો કેન્સલ થશે. આ વખતે ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી સહિત અપક્ષ ઉમેદવારોએ આ ચૂંટણીમાં ઝંપલાવી પોતાનું નસીબ અજમાવ્યું છે.

ગઈકાલે 20 ઉમેદવારોએ 26 ઉમેદવારી પત્રો ભર્યા હતા
10મી નવેમ્બરથી નામાકંન ભરવાની શરુ થયેલી આ પ્રક્રીયાના શરુઆતના દિવસોમાં કોઈ ફરક્યું નહોતું પણ સોમાવારથી ઉમેદવારોનો રાફડો થવા લાગ્યો હતો. પહેલા દિવસે 8 ઉમેદવારોએ 15 ઉમેદવારી પત્રો ભર્યા હતા. બીજા દિવસે 17 ઉમેદવારોએ 27 ઉમેદવારી પત્રો ભર્યા હતા.‌ ત્રીજા દિવસે એટલે કે ગઈકાલે 20 ઉમેદવારોએ 26 ઉમેદવારી પત્રો ભર્યા હતા અને એ બાદ આજે ઉમેદવારી નોંધાવવાનો અંતિમ દિવસે 36 ઉમેદવારોએ 49 ઉમેદવારી પત્રો ભર્યા છે. આમ જિલ્લાની 6 વિધાનસભા બેઠકો માટે કુલ 81 ઉમેદવારોએ 117 ઉમેદવારી પત્રો ભર્યા છે. મહત્વનુ છે કે, આગામી 21મી નવેમ્બર ઉમેદવારી પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ બાદ સમગ્ર જિલ્લાની 6 વિધાનસભા બેઠક પરનું ચિત્ર સ્પષ્ટ થશે.

ગુરુવારે છેલ્લા દિવસે ભરાયેલા ફોર્મની વિગતો જોઈએ તો, 115-માતર વિધાનસભા બેઠક પરથી બામ્બા તોગાભાઈ પુનમભાઈએ ગુજરાત નવનિર્માણ સેના પાર્ટીમાંથી, અરુણકુમાર મનુભાઈ વાઘેલાએ અપક્ષમાંથી, આયશાબાનુ આબિદહુસેન મલેકે અપક્ષમાંથી, મહેન્દ્રભાઈ ભલાભાઇ વાઘેલાએ આમ આદમી પાર્ટીમાંથી, સંજયભાઈ હરિભાઈ પટેલે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી, હર્ષદભાઈ ઘેલાભાઈ સોલંકીએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી, લાલજીભાઈ મેલાભાઈ પરમારે આમ આદમી પાર્ટીમાંથી; 116-નડિયાદ વિધાનસભા બેઠક પરથી દેસાઈ પંકજભાઈ વિનુભાઈએ ભારતીય જનતા પાર્ટીમાંથી, રાણા પ્રતાપસિંહ છત્રસિંહે અપક્ષમાંથી, રફિકભાઈ ફરીદભાઈ છીપાએ અપક્ષ માંથી; 117-મહેમદાબાદ વિધાનસભા બેઠક પર પૂનમભાઈ મોહનભાઈ ચૌહાણે અપક્ષમાંથી, પટેલ ભાવિકકુમાર વજેન્દ્રકુમારે અપક્ષમાંથી, અજબસિંહ વજેસિંહ ડાભીએ ભારતીય જનતા પાર્ટીમાંથી, અર્જુનસિંહ ઉદેસિંહ ચૌહાણે ભારતીય જનતા પાર્ટીમાંથી, પ્રમોદભાઈ સોમાભાઈ ચૌહાણે આમ આદમી પાર્ટીમાંથી, જુવાનસિંહ ગાંડાભાઈ ચૌહાણે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી, જુવાનસિંહ હાથીસિંહ ચૌહાણે ઇન્ડીયન નેશનલ કોંગ્રેસમાંથી; 118-મહુધા વિધાનસભા બેઠક પર પ્રદ્યુમનસિંહ કિરીટસિંહ ઠાકોરે ઇન્ડીયન નેશનલ કોંગ્રેસમાંથી, ઇન્દ્રજીતસિંહ નટવરસિંહ પરમારે ઇન્ડીયન નેશનલ કોંગ્રેસમાંથી, આરીફભાઈ ગુલાબનબી વ્હોરાએ અપક્ષમાંથી, શેખ ઈરશાદ મોહમ્મદ નજીરમોહમ્મદે અપક્ષમાંથી, કમલેશકુમાર લક્ષ્મણસિંહ વાઘેલાએ આમ આદમી પાર્ટીમાંથી, પૂંજામીયા ફકીરમીયા મલેકે અપક્ષમાંથી; 119 -ઠાસરા વિધાનસભા બેઠક પરથી રફીકઅહેમદખાન શેરમહંમદખાન મલેકે અપક્ષમાંથી, મજરઅલી અમીરઅલી કાજીએ અપક્ષમાંથી, દીપકકુમાર ઇન્દુપ્રસાદ સેવકે અપક્ષમાંથી, કાંતિભાઈ શાભઇભાઈ પરમારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી, પ્રતિક્ષાબેન ટીનુભાઈ પરમારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી, મહેશકુમાર રામસિંહ પરમારે અપક્ષમાંથી, જાબીરભાઈ યુસુફભાઈ પટેલે અપક્ષમાંથી, સંજયકુમાર ધીરજલાલ શાહે અપક્ષમાંથી અને 120 -કપડવંજ વિધાનસભા બેઠક પરથી મહેબૂબઅલી વાયદઅલી સૈયદે અપક્ષમાંથી, ફિરોજબેગ મહેબૂબબેગ મીરઝાએ અપક્ષમાંથી, યોગેશભાઈ મંગળભાઈ પટેલે અપક્ષમાંથી, કાળાભાઈ રઈજીભાઈ ડાભીએ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસમાંથી અને રાહુલકુમાર હસમુખભાઈ પરમારે પ્રજા વિજય પક્ષમાંથી ઉમેદવારી નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...