આદર્શ આચારસંહિતાનું અમલીકરણ:ખેડા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 806 રાજકીય પ્રસિદ્ધિઓ દૂર કરવામાં આવી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં આદર્શ આચારસંહિતાની અમલી થતાં છેલ્લા 24 કલાકમાં જાહેર મિલકતો પરથી 211 પોસ્ટર, 48 બેનર, 80- ભીંત પરના લખાણો-જાહેરાતો તથા અન્ય 467 મળી કુલ 806 પ્રસિદ્ધિઓ દૂર કરવામાં આવી છે. આ ઉપરાંત પ્રાઇવેટ પ્રોપર્ટી અંતર્ગત 35 ડિફેસમેન્ટ રીમુવ કરવામાં આવ્યાં છે.
ખાનગી મિલકતના 35 મળીને કુલ 127 ડિફેસમેન્ટ રિમુવ કરવામાં
વિધાનસભા ચૂંટણી જાહેર થયાથી અત્યાર સુધીમાં જાહેર મિલકતો પરથી કુલ 1 હજાર 46 પોસ્ટર, કુલ 658 બેનર, કુલ 551-ભીંત પરના લખાણો-જાહેરાતો તથા અન્ય 2 હજાર 424 એમ કુલ 4 હજાર 697 પ્રસિદ્ધિઓ દૂર કરવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી મિલકતોના 35 મળીને કુલ 127 ડિફેસમેન્ટ રિમુવ કરવામાં આવ્યા છે. જિલ્લામાં આદર્શ આચારસંહિતાના અમલ અંગે નાગરિકો ફરિયાદ કરી શકે તે માટે સી-વિજીલ (cVIGIL) એપ્લિકેશન પણ કાર્યરત કરી દેવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...