ધોરણ 12 સામાન્ય પ્રવાહનું રિઝલ્ટ જાહેર:ખેડા જિલ્લાનું 79.15% પરિણામ જાહેર થયું, સૌથી વધુ અલિન્દ્રા કેન્દ્રનું અને સૌથી ઓછું કપડવંજ કેન્દ્રનું પરીણામ આવ્યું

નડિયાદ23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખેડા જિલ્લાના 10423 વિદ્યાર્થીઓ પૈકી 14 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું
  • 325 વિદ્યાર્થીઓએ A2, 1198 વિદ્યાર્થીઓએ B1 અને 2262 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો
  • 2715 વિદ્યાર્થીઓએ C1 અને 1552 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 12 સાયન્સની પરિણામ બાદ સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ પરિણામની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. માર્ચ-એપ્રિલ 2022માં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું પરિણામ આજે શનિવારે સવારે 8 વાગે વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં ખેડા જિલ્લાનું 79.15% પરિણામ જાહેર થયું હતું.

બોર્ડની વેબસાઇટ પર પરિણામ જાહેર થતાં જ સ્કૂલો દ્વારા પોતાના વિદ્યાર્થીઓના ઈન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢવામાં આવી હતી. તો કેટલાક વિદ્યાર્થીઓએ મોબાઈલમાં પણ પોતાનું પરિણામ જોયું હતું. કેટલીક સ્કૂલોમાં સર્વર પ્રોબ્લેમના કારણે વેબસાઈટ ખુલતી નહોતી.

ખેડા જિલ્લામાં 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર થતાં જિલ્લાના 10423 વિદ્યાર્થીઓ પૈકી 14 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પરિણામ હાંસલ કર્યું છે. જ્યારે 325 વિદ્યાર્થીઓએ A2, 1198 વિદ્યાર્થીઓએ B1 અને 2262 વિદ્યાર્થીઓએ B2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 2715 વિદ્યાર્થીઓએ C1 અને 1552 વિદ્યાર્થીઓએ C2 ગ્રેડ મેળવ્યો છે. જ્યારે 179 વિદ્યાર્થીઓએ D ગ્રેડ અને 5 વિદ્યાર્થીઓએ E1 ગ્રેડ મેળવ્યો છે. આમ જિલ્લાનુ 79.15% પરીણામ આવ્યું છે.

જિલ્લાના 15 કેન્દ્રોનુ કેન્દ્ર વાઈસ પરિણામખેડા જિલ્લામાં ડાકોર કેન્દ્રનું 82.37%, કપડવંજ કેન્દ્રનું 61.29%, ખેડા કેન્દ્રનું 79.07%, નડીયાદ સિટી કેન્દ્ર 75.52%, નડિયાદ સ્ટેશન કેન્દ્રનું 73.81%, નેશ કેન્દ્રનું 86.21%, વસો કેન્દ્રનું 90.47%, મહુધા કેન્દ્રનું 87.38%, અલીન્દ્રા કેન્દ્રનું 92.40%, ઉત્તરસંડા કેન્દ્રનું 72.28%, મહેમદાવાદ કેન્દ્રનું 88.02%, વાંઠવાળી કેન્દ્રનું 87.19%, સેવાલિયા કેન્દ્રનુ 87.59%, કઠલાલ કેન્દ્રનું 62.98% અને અકલાચા કેન્દ્રનું 90.10% પરીણામ આવ્યું છે. આમ સૌથી વધુ અલિન્દ્રા કેન્દ્રનું અને સૌથી ઓછું કપડવંજ કેન્દ્રનું પરીણામ આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...