ચોરી:મહેમદાવાદ પાસે કોમ્પલેક્ષમાં ધોળા દિવસે તસ્કરોનો 75 હજારનો હાથફેરો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • દીકરી અને પત્ની પિયર ગયા અને ચોરોએ ખેલ પાડ્યો

મહેમદાવાદ ખાત્રજ ચોકડી પાસેના આદર્શ કોમ્પલેક્ષમાં રહેતા વિક્રમસિંહ ડાભી પરિવાર સાથે રહે છે અને અમદાવાદના વટવામાં આવેલ કંપનીમાં નોકરી કરે છે.તા 7 જુલાઇના રોજ તેઓ રાબેતા મુજબ કંપનીમાં નોકરી પર ગયા હતા જ્યારે દીકરી અને માતા તેના પિયરમાં ગયા હતા. સાંજના સમયે વિક્રમસિંહ નાનાભાઇ પત્ની મીનાબેન અને તેમના દિકરા ઘરે આવ્યા હતા તે સમયે ઘર ખૂલ્લુ હતું અને ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો.જેથી મીનાબેન તેમના પતિ મીનેશ ફોન કરી જાણ કરતા મીનેશે મોટાભાઈ વિક્રમસિંહને ઘટનાની જાણ કરી હતી.

સાંજના સમયે વિક્રમસિંહ પરત આવી તપાસ કરતા ઘર આગળનો દરવાજાનો નકુચો કાપી નાખ્યો હતો. તેમજ બેડરૂમમાં કપડા વેરવિખેર જોવા મળ્યા હતા. તેમજ લોખંડની પેટી અને એલ્યુમિનિયમ પેટી ખુલ્લી જોવા મળી હતી.તપાસ કરતા સોના-ચાંદીના દાગીના કિ રૂ 74,900 અને રોકડ રૂ 15 હજાર મળી કુલ રૂ 89,900 ની મત્તા અજાણ્યા ચોર ઇસમો ચોરી કરી ફરાર થઇ ગયા હતા. આ બનાવ અંગે વિક્રમસિંહ નટવરસિંહ ડાભીની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...