ભાવ ‌ઘટાડો:CNGના ભાવ ‌ઘટતા 7 હજાર ચાલકોના રોજ રૂ.5 લાખ બચશે

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેટ ઓછો કરતા ભાવ રૂ.82થી ઘટી રૂ.75 થયો

વિધાનસભાની ચૂંટણી નજીક આવતા મોંઘવારી પર કાબુ મેળવવા સરકારે CNG અને PNGના વેટમાં 10 ટકાનો ઘટાડો કર્યો છે. CNGના વેટમાં ઘટાડો થતા ભાવ રૂ.7 જેટલો ઘટ્યો છે. જેના કારણે CNG હવે રૂ.75 ના ભાવે મળતા વાહન ચાલકોને મોંઘવારીમાં આંશિક રાહત મળી છે.ખેડા જિલ્લામાં 7 હજારથી વધુ વાહનો CNGથી ચાલે છે. 7 હજાર વાહનોમાં દરરોજ 70 હજાર કિલો CNGનો વપરાશ થાય છે. જેના કારણે 18 ઓક્ટોબર પહેલા દૈનિક રૂ.57.51 લાખના CNGનું વેચાણ થતું હતું.

પરંતુ વેટના કારણે ભાવમાં રૂ.7નો ઘટાડો થતાં હવે દૈનિક રૂ.52.51 લાખના CNGનું વેચાણ થવાનો અંદાજ છે. જેના કારણે જિલ્લાના વાહન ચાલકોને દૈનિક રૂ.5.02 લાખનો લાભ થસે. મહત્વની વાત છે કે વિધાનસભાની ચૂંટણી નજીક આવતા જ સરકારને વધતા મોંઘવારી દર નું જ્ઞાન થયું હતું. અને નાગરિકોની પ્રાથમિક જરૂરિયાત એવા CNG અને PNG ના વેટ દરમાં 10 ટકાનો ઘટાડો કર્યો હતો.

14 માસમાં થયેલ ભાવ વધારો

તારીખવધારો-ઘટાડો
23 ઓગ. 2021રૂ.2.00 +
5 ઓક્ટો. 2021રૂ.6.33 +
31 ઓક્ટો. 2021રૂ.4.96 +
22 માર્ચ 2022રૂ.4.79 +
5 એપ્રિલ 2022રૂ.6.45 +
13 એપ્રિલ 2022રૂ.2.58 +
10 મે 2022રૂ.2.60 +
18 ઓક્ટો. 2022રૂ.7.02 -
અન્ય સમાચારો પણ છે...