કોરોના:ખેડા જિલ્લામાં વધુ 7 કેસ કોરોના પોઝિટિવ, નડિયાદમાં 6 અને મહુધામાં 1 કેસ

નડિયાદ13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

ખેડા જિલ્લામાં શનિવારના રોજ 7 નવા કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા છે. જેમાં નડિયાદમાં છ અને મહુધામાં એક કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. જિલ્લામાં 17 વ્યક્તિઓમાં 16 વ્યક્તિ હોમ આઇસોલેશનમાં અને 1 વ્યક્તિ સરકારી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે.

નડિયાદ શહેરના નાના કુંભનાથ રોડ પર રહેતા 79 વર્ષીય પુરૂષ,વીકેવી રોડ પર રહેતા 58 વર્ષીય મહિલા,દર્શન પદમાવતી સોસાયટીમાં રહેતા 58 વર્ષીય મહિલા અને 89 વર્ષીય પુરૂષ,શહેઝાદ સોસાયટીમાં રહેતા 32 વર્ષીય પુરૂષ,અલિન્દ્રા ગાયકવાડના ફળીયામાં રહેતા 67 વર્ષિય પુરૂષ,જીવનદીપ સોસાયટીમાં રહેતા 74 વર્ષીય મહિલા જ્યારે મહુધા તાલુકાના હેરંજ ગામમાં રહેતા 70 વર્ષીય પુરૂષ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...