ઈન્ટરનેશનલ કોન્ફરન્સ:નડિયાદમાં છઠ્ઠા ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન, વૈધ સુંદરલાલ જોષી સ્મૃતિ પુરસ્કાર સમારોહ યોજાયો

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોન્ફરન્સમાં 300થી વધુ ડેલીગેટર્સ ભાગ લીધો, 100થી વધુ રીસર્ચ પેપર આવ્યા

મહાગુજરાત મેડીકલ સોસાયટી સંચાલિત જે.એસ.આયુર્વેદ મહાવિદ્યાલય અને પી.ડી.પટેલ આયુર્વેદ હોસ્પિટલ, નડિયાદ દ્વારા 16મા સ્વનિર્ભર દિન તથા સુશ્રુત વિજ્ઞાનીયમ વિષય પર ઈન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન તથા વૈઘ સુંદરલાલ જોષી સ્મૃતિ પુરસ્કાર સમારોહ અને સુશ્રુતના સિધ્ધાંતો પર વિચારણા કરવા માટે એક કાર્યક્રમનું આયોજન કરાયું છે. પહેલી સપ્ટેમ્બરથી ચાર સપ્ટેમ્બરના રોજ આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં 1 અને 2 સપ્ટેમ્બર દરમ્યાન પ્રિ-કોન્ફરન્સ વર્કશોપ, તારીખ 3 સપ્ટેમ્બરના રોજ છઠ્ઠા ઈન્ટરનેશનલ ફોન્ફરન્સનું ઉદઘાટન ઉપરાંત વૈદ્ય સુંદરલાલ જોષી સ્મૃતિ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાષ્ટ્રિય તથા આંતરરાષ્ટ્રિય કક્ષાના સ્ટુડન્ટ, પોસ્ટ ગ્રેજયએટ સ્કોલર્સ, પ્રેકટીશનર્સ જોડાયા
પ્રિ- કોન્ફરન્સ વર્કશોપમાં રચના શરીર (એનેટોમી), શલ્યતંત્ર (સર્જરી) તથા પ્રકૃતિતંત્ર તથા સ્ત્રીરોગ (ગાયનેક અને ઓબેસ્ટોલોજી) આ ત્રણ વિષય પર ટ્રેનીંગ આપવા માટેના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમમાં 35 વ્યકિતઓએ ભાગ લીધેલ જેમાં રાષ્ટ્રિય તથા આંતરરાષ્ટ્રિય કક્ષાના સ્ટુડન્ટ, પોસ્ટ ગ્રેજયએટ સ્કોલર્સ, પ્રેકટીશનર્સ જોડાયા હતા. આ વર્કશોપના ઉદઘાટનમાં આયુષ નિયામક, ગુજરાત રાજય, ડો. જયેશ પરમાર, મહાગુજરાત મેડીકલ સોસાયટીના મંત્રી ડો. એ.સી. વ્યાસ તથા સ્વામી મુદિતવદનાનંદજી ઉપસ્થિત રહ્યા હતા.

બે યુનિવર્સિટીના કુલપતિ હાજર રહ્યા
સમાપન સમારોહમાં ગુજરાત બોર્ડ ઓફ આયુર્વેદ એન્ડ યુનાની સીસ્ટમ ઓફ મેડીસીન ના ચેરમેન ડો. હસમુખ સૌની તથા મગનભાઈ એડનવાલા મહાગુજરાત યનિવર્સિટીના બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્ય ડો. ભાવિક શેલત ઉપસ્થિત રહયા હતા. સુશ્રુત વિજ્ઞનીયમના છઠ્ઠા આંતર રાષ્ટ્રિય કોન્ફરન્સના ઉદ્દઘાટનમાં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીના કુલપતિ ડો. મુકુલ પટેલ, ભાઈકાકા યુનિવર્સિટીના કુલપતિ ડો. ઉત્પલા ખારોડ તથા બોર્ડ ઓફ નેશનલ કમીશન ફોર ઈન્ડીયન સીસ્ટમ ઓફ મેડીસીનના અધ્યક્ષ ડો. બી.એસ,પ્રસાદ ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ આ સુંદર કાર્યક્રમ આયોજીત કરવા બદલ પ્રસન્નતા વ્યકત કરેલ અને આવા કાર્યક્રમ વારંવાર કરવા ઉપર ભાર આપેલો હતો. ઉદ્દઘાટન સમારોહની અધ્યક્ષતા મહાગુજરાત મેડીકલ સોસાયટીના ચેરમેન તથા મગનભાઈ એડનવાલા મહાગુજરાત યુનિવર્સિટીના પ્રમુખ ભાસ્કરભાઈ દેસાઈએ કરેલ.

સ્વ.વૈધ સુંદરલાલ જોષીની સ્મૃતિમાં દરવર્ષે સંસ્થા દ્વારા પુરસ્કાર આપવામાં આવે છે
મહાગુજરાત મેડીકલ સોસાયટીના સ્થાપક તથા સ્વતંત્રતા સૈનાની સ્વ.વૈધ સુંદરલાલ જોષીની સ્મૃતિમાં દરવર્ષે સંસ્થા દ્વારા પુરસ્કાર આપવામાં આવે છે. આ ઉપરાંત આ વર્ષે વૈદ્ય સુંદરલાલ જોષી સ્મૃતિ આજીવન ઉપલબ્ધિ પુરસ્કાર પ્રોફેસર એમેરીટસ ડૉ. ઉપેન્દ્ર રાવલને, વૈદ્ય સુંદરલાલ જોષી સ્મૃતિ પ્રબંધન પુરસ્કાર પ્રોફેસર ડૉ. સંજીવ શર્માને, વૈઘ સુંદરલાલ જોષી સ્મૃતિ શિક્ષણ પુરસ્કાર અને વૈઘ સુંદરલાલ જોષી સ્મૃતિ શોધ પુરસ્કાર પ્રોફેસર ડો. રમા જયસુંદરને આપવામાં આવેલ હતો.

મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા સંસ્થાની મુલાકાત લીધી
આ કાર્યક્રમમાં ભારત સરકારના આયુષ તથા મહિલા અને બાળ વિકાસ રાજય મંત્રી ડો. મહેન્દ્ર મુંજપરા, ગુજરાત રાજયના મુખ્ય દંડક તથા મહાગુજરાત મેડીકલ સોસાયટીના ઉપપ્રમખ પંકજ દેસાઈ ખાસ ઉપસ્થિત રહ્ય હતા. મંત્રી ડૉ. મહેન્દ્ર મુંજપરા સંસ્થા જે.એસ.આર્વેદ મહાવિદ્યાલય અને પી.ડી.પટેલ આયુર્વેદ હોસ્પિટલની મુલાકાત લઈ તેની પ્રવૃત્તિઓ રસપૂર્વક નિહાળી પ્રશંસા કરી હતી. તથા કોન્ફરન્સ તથા પ્રિ–કોન્ફરન્સ વર્કશોપ વિષેની માહિતી જાણી સંતોષ વ્યકત કર્યો હતો. તેઓએ વૈદ્ય સુંદરલાલ જોષી પુરસ્કાર મેળવનાર બધા વિદ્વાનોને અભિનંદન આપ્યા હતા. ભવિષ્યમાં પણ તેઓ આયુર્વેદ ક્ષેત્રની અંદર પોતાનું યોગદાન આપશે તેવી શુભેચ્છાઓ પણ વ્યકત કરી હતી.

છઠ્ઠા ઈન્ટરનેશનલ ફોન્ફરન્સમાં 100થી વધુ રીસર્ચ પેપર આવ્યા
પંકજભાઈ દેસાઈ આ કાર્યક્રમના આયોજન બદલ સંસ્થાને અભિનંદન આપેલ તથા સંસ્થા ઉત્તરોત્તર પ્રગતિ કરે તેવી શુભકામનાઓ વ્યકત કરી હતી. છઠ્ઠા ઈન્ટરનેશનલ ફોન્ફરન્સમાં 300થી વધુ ડેલીગેટર્સ ભાગ લઈ એને સફળ બનાવેલ હતો. ઉપરાંત 100થી વધુ રીસર્ચ પેપર આવેલ તેમજ 25થી વધુ પોસ્ટર પ્રેઝન્ટેશન કરવામાં આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...