ધો.12 સાયન્સ પરિણામ:ખેડા જિલ્લાનું 60 ટકા પરિણામ, A1 ગ્રેડમાં જિલ્લાનો એકપણ વિદ્યાર્થી નહીં

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સૌથી વધુ પરિણામ નડિયાદ સીટી કેન્દ્રનું 69.82 ટકા

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે સવારે માર્ચ -એપ્રિલ 2022માં લેવાયેલી ધો.12 સાયન્સ પરિણામ 10 વાગે વેબસાઇટ પર ઓનલાઇન જાહેર કરવામાં આવ્યુ હતું .જે સ્કૂલો દ્વારા પોતાના વિદ્યાર્થીઓના ઈન્ડેક્સ નંબર નાખી માર્કશીટ ડાઉનલોડ કરી પ્રિન્ટ કાઢી હતી.તો કેટલાક વિદ્યાર્થીઓ મોબાઈલમાં પણ પોતાનું પરિણામ જોયું હતું. કેટલીક સ્કૂલોમાં સર્વર પ્રોબ્લેમ ના કારણે વેબસાઈટ ખુલતી ન હતી. ખેડા જિલ્લાની વાત કરીએ તો જિલ્લાનું પરિણામ 59.88 ટકા આવ્યું છે.

ખેડા જિલ્લામાં 12 સાયન્સનુ પરિણામ જાહેર થતા જિલ્લામાં આ વર્ષે 2079 વિદ્યાર્થીઓ પૈકી 845 વિદ્યાર્થીઓ નાપાસ થયા છે. આ જોતા જિલ્લાનું પરિણામ 59.88 આવ્યું છે મહત્વની વાત એ છે કે આ વર્ષે ખેડા જિલ્લામાં A 1 ગ્રેડ.માં એક પણ વિદ્યાર્થી આવ્યો નથી.જ્યારે 40 વિદ્યાર્થીઓ A2માં,145 વિદ્યાર્થીઓ B1 અને 215વિદ્યાર્થીઓ B2ગ્રેડ મેળવ્યો હતો, જયારે 300 વિદ્યાર્થીઓ C1માં અને 398વિદ્યાર્થીઓ C2 ગ્રેડ મેળવ્યો હતો. આ સાથે 145 વિધાર્થીઓ D ગ્રેડમાં અને 2 વિદ્યાર્થીઓ E1માં આવ્યા હતા.

ખેડા જિલ્લામાં છ પરીક્ષા કેન્દ્રો પર આ પરીક્ષા લેવાઇ હતી જેમાં સૌથી વધુ પરિણામ નડિયાદ સીટી કેન્દ્રનું 69.82 ટકા છે જ્યારે ઓછુ પરિણામ થર્મલ કેન્દ્રનું 45.64 ટકા છે નડિયાદમાં કિસ્મત સોસાયટીમાં રહેતો અને વિઝન સ્કૂલમાં અભ્યાસ કરતો રેહાન દીવાને ધોરણ 12 સાયન્સમાં 99.20 pr મેળવી સફળતા મેળવી છે અને આગળ અભ્યાસ કરી ડોક્ટર બનવાની ઈચ્છા છે. નડિયાદ આવેલ વિઝન સ્કૂલમાં અભ્યાસ કરતો રેહાન મુનાવર હુસેન દીવાન કિસ્મત સોસાયટીમાં રહે છે તેણે આજે બહાર પડેલા ધોરણ 12 સાયન્સમાં 99.20 pr મેળવ્યો છે. તેની આ સફળતા પાછળ માતાપિતા અને શિક્ષકોને શ્રેય આપે છે. રેહાન આગળ અભ્યાસ કરી ડોક્ટર બની ગરીબોની સેવા કરવાની ઇચ્છા છે તે શરૂઆતથી જ નિયમિત અભ્યાસ કરતો હતો ચોક્કસ લક્ષ્ય બનાવી અભ્યાસ કરવામાં આવે તો સફળતા અવશ્ય મળે છે તેવું તે માને છે અને વિદ્યાર્થીઓને પણ તે આ સંદેશ આપે છે.

ખેડા જિલ્લામાં કેન્દ્ર વાર પરિણામ ટકામાં

ડાકોર 56.74

થર્મલ 45.64

કપડવંજ 45.83

ખેડા 67.73

નડીયાદ સિટી. 69.82

નડિયાદ સ્ટેશન 58.64

જિલ્લામાં પ્રથમ ત્રણ ક્રમાંકમાં દીકરીઓએ મેદાન માર્યું
ધો.12 વિજ્ઞાન પ્રવાહમાં પ્રથમ 3 ક્રમે દીકરીઓએ મેદાન માર્યું છે. જોગાનુ જોગ આ ત્રણે દિકરીઓ નડીયાદની શારદા મંદિર સ્કુલની વિદ્યાર્થીની જ છે. જેમાં 1. સુથાર શાક્ષી 90.30 ટકા, 2. મિસ્ત્રી કિંજલ 89.69 ટકા અને 3. શર્મા ધ્રુવી 87.84 ટકા મેળવ્યા છે.

હવે એગ્રીકલ્ચરમાં અભ્યાસ કરવાની ઇચ્છા છે
મારે 97.05 પર્સનટાઈલ આવ્યા છે. મે ટ્યુશનના બદલે શાળામાં અભ્યાસ પર વધુ ભાર આપ્યો હતો. સમગ્ર વર્ષ દરમિયાન મે શાળામાં ફક્ત 2 જ રજા પાડી છે, આગળ મારે એગ્રીકલ્ચરમાં જવાની ઇચ્છા છે. > વ્રજ મહેશ્વરી, વિદ્યાર્થી

અન્ય સમાચારો પણ છે...