ભાસ્કર એક્સક્લૂઝિવ:નડિયાદમાં મંડળોએ ડીજેના એડવાન્સ બુકિંગ માટે 60 લાખ ચૂકવ્યા, ભાવ રૂપિયા 50 હજારને પાર

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાની કસર : વિર્સજન યાત્રા માટે 240 ડીજે 3 દિવસ પહેલા બુક
  • ડીજેના ભાડામાં વધારા પાછળ ડીઝલનો ભાવ વધારો કારણભૂત હોવાનું સંચાલકોનું રટણ

મોગેરા મહેમાન બની આવેલા દુંદાળા દેવની વિદાય વેળા હવે નજીક આવી રહી છે. ત્યારે નડિયાદ શહેરમાં 2500થી વધુ નાના મોટા ગણેશ વિસર્જન થનાર છે. નાના મંડળો દ્વારા ઢોલ નગારાના તાલે વિસર્જન યાત્રા નીકળતી હોય છે. પરંતુ મોટા મંડળોની વિસર્જન યાત્રામાં જાણે કે પ્રતિષ્ઠાની ઝાંખી જોવા મળતી હોય છે. અને એટલે જ મંડળો દ્વારા મોંઘા મોંઘા ડીજે બુક કરાવવામાં આવી રહ્યા છે.

240 જેટલા ડીજે 3 દિવસ અગાઉ જ બુક થઈ ગયા
નડિયાદ શહેરની વાત કરીએ તો 240 જેટલા ડીજે 3 દિવસ અગાઉ જ બુક થઈ ગયા છે. જેનો સરેરાશ ભાવ રૂ. 25થી 30 હજાર સુધીનો હોઈ રૂ.60 લાખ જેટલી રકમ એડવાન્સ ચૂકવી છે.​​​​​​​ વિસર્જનને આડે હવે ગણતરીનો સમય બાકી હોય ડીજે મળવા મુશ્કેલ બન્યા છે. ત્યારે કેટલાક ડીજે સંચાલકોનો છેલ્લી ઘડીનો ભાવ રૂ.50 હજાર સુધી બોલાઈ રહ્યો છે. ડીજેમાં લેસર લાઈટ, રંગબેરંગી લાઈટો, મોટી કોઠી, હાઈ સાઉન્ડ સિસ્ટમ મુજબ માતબર રકમ ચૂકવાઈ રહી છે. જેથી વિસર્જન યાત્રામાં જોડાનાર ભક્તો મન મુકીને નાચી શકે. મહત્વની વાત છેકે એક સમયે નાસીક ઢોલનું વિસર્જન યાત્રામાં મહત્વ હતું, પરંતુ હવે તેનું સ્થાન ડીજે લઈ લીધું છે.

ડીઝલનો ભાવ વધ્યો હોવાથી ભાડું વધ્યું
છેલ્લા બે વર્ષ કોરોના ને કારણે ખુબ જ નુકસાન રહ્યું. ઉપરથી ડીઝલના ભાવમાં પણ વધારો થયો છે. ડીજેમાં ટ્રક અને ડીજેના જનરેટર બંનેમાં ડિઝલ વપરાતું હોય છે. જેથી ડીજેના ભાડા વધાર્યા છે. હાલ છેલ્લી ઘડીનો ભાવ સુવિધા મુજબ રૂ.50 હજાર સુધી પહોંચ્યો છે. - શિશિર ઠાકર, પાયલ ઈલેકટ્રોનિક્સ

​​​​​​​આગમન હોય કે વિસર્જન સવારી તો શાહી જ રહેશે
બે વર્ષથી બાપાની શાહી સવારીને કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. પરંતુ આ વર્ષે તમામ પ્રકારની છૂટ હોય અમે બાપાનું આગમન શાહી રીતે કર્યું હતું. તે વખતે રૂ.25 હજારમાં ડીજે મંગાવ્યું હતું, અને વિસર્જન માટે પણ રૂ.25 હજાર એડવાન્સ ચૂકવી દીધા છે. બાપાનું આગમન હોય કે વિસર્જન સવારી તો શાહી જ રહેશે. - પીયુષ પટેલ, ગજાનન યુવક મંડળ

અન્ય સમાચારો પણ છે...