તપાસ:કઠલાલના વાવના મુવાડામાં લમ્પીના 6 શંકાસ્પદ કેસ

નડિયાદ6 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પશુઓની હેરફેર પર રોક લગાવતું જાહેરનામું પ્રસિદ્ધ

ખેડા જિલ્લામાં કઠલાલ તાલુકાના વાવના મુવાડા ગામે લમ્પી વાયરસના 6 શંકાસ્પદ કેસ મળી આવતા પશુઓની હેરફેર પર પ્રતિબંધ જાહેર કરાયો છે.જે 31 ઓગસ્ટ સુધી અમલી રહેશે. જિલ્લા અધિક કલેકટર દ્વારા જાહેરનામું પ્રસિધ્ધ કરી અન્ય રાજ્ય, જિલ્લા, તાલુકા માંથી કે એક ગામ માંથી બીજા ગામમાં પશુઓની હેરફેર કરવી, પશુઓના વેપાર, પશુ મેળા, પશુ પ્રદર્શન, પશુ સાથેની રમતો, તેમજ પશુઓને એકઠા કરવા પર પ્રતિબંધ મુકાયો છે.

કોઈ રસ્તા પર કે ખુલ્લામાં ચેપી રોગ વાળા પશુઓને ખુલ્લા ન છોડવા જેવી બાબતે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. મહત્વની વાત છેકે જિલ્લામાં કરોલી, દાસલવાડા અને મોટીઝેર ગામે કે જ્યા પશુઓની લે-વેચ થાય છે, તે બજાર પણ બંધ કરાવાયા છેે.

અન્ય સમાચારો પણ છે...