કોરોના સંક્રમણ:ખેડા જિલ્લામાં કોરોનાના નવા 6 કેસ નોંધાયા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 4 મહિલા અને 2 પુરુષનો કોરોના રિપોર્ટ કોરોના પોઝિટીવ

ખેડા જિલ્લામાં મંગળવારના રોજ 6 નવા કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. જિલ્લાના વડા મથક નડિયાદમાં છ કોરોના પોઝિટિવ કેસ મળી આવ્યા હતા. મંગળવારના રોજ જાહેર થયેલા કોરોના કેસ મળી જિલ્લામાં પોઝિટિવ કેસ કુલ આંકડો 47 થયો છે.

ખેડા જિલ્લાના વડા મથક નડિયાદ શહેરના વલ્લભનગરમાં રહેતા 81 વર્ષીય પુરૂષ, કર્મભૂમિ સોસાયટીમાં રહેતા 31 વર્ષીય મહિલા,વિનસ પાર્ક સોસાયટીમાં રહેતા 42 વર્ષીય પુરૂષ,નાલંદા સોસાયટીમાં રહેતા 64 વર્ષીય મહિલા,મેઘદુત સોસાયટીમાં રહેતા 87 વર્ષીય મહિલા અને વ્રજ સોસાયટીમાં રહેતા 36 વર્ષીય મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આરોગ્ય વિભાગે મંગળવાર રોજ જાહેર કરેલ માહિતી પ્રમાણે જિલ્લામાં કુલ 47 પોઝીટીવ કેસ નોંધાયા છે. જેમાં 34 વ્યક્તિને રજા આપવામાં આવી છે. જ્યારે 11 વ્યક્તિ હોમ આઇસોલેશનમાં અને 2 વ્યક્તિ ખાનગી હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જ્યારે જિલ્લામાં મંગળવારના રોજ 1305 વ્યક્તિના સેમ્પલ લેવામાં આવ્યા છે જે તમામ વ્યક્તિ રિપોર્ટ આગામી 24 કલાકમાં જાહેર થશે.

અન્ય સમાચારો પણ છે...