ભાસ્કર વિશેષ:લીવરમાંથી 1 ફૂટની ગાંઠ દૂર કરતાં 6 મહિનાની પીડામાંથી મુક્તિ

નડિયાદ14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નડિયાદની એન.ડી.દેસાઈ હોસ્પિ.માં 18 વર્ષિય દર્દી પર આધુનિક પદ્ધતિથી સર્જરી, 24 કલાકમાં રજા

નડિયાદની એનડી.દેસાઈ હોસ્પિટલ ગરીબો માટે આશાનું કિરણ બની રહી છે. જટીલ પ્રકારના રોગોની અહી નિઃશુલ્ક અથવા તો નજીવા દરે સારવાર પુરી પાડવામાં આવે છે. તાજેતરમાં મહુધા તાલુકાની 18 વર્ષીય દર્દીને લીવર માં ગાંઠ હોઈ તેણીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જેને ત્વરીત અત્યાધુનિક પધ્ધતિથી નિદાન કર્યા બાદ ઓપરેશન કરી ફક્ત 24 કલાકમાં જ રજા આપવામાં આવી હતી.

હોસ્પિટલના ડો.હર્ષ પટેલે સમગ્ર મામલે માહિતી આપતા જણાવ્યું હતું કે મહુધા તાલુકાની 18 વર્ષીય દર્દીને 6 મહિના થી પેટમાં દુખાવો અને 1 મહિના થી પેટના ઉપરના ભાગે સોજાની ફરિયાદ હતી. જેથી તેણીને ડો.એન.ડી. દેસાઈ મેડિકલ હોસ્પિટલના જનરલ સર્જરી વિભાગમાં દાખલ કરવામાં આવી હતી. નિદાન કરતા તેના લીવરમાં 1 ફુટ થી પણ મોટું ક્ષેત્રફળ ધરાવતી અને અત્યંત જટિલ ગાંઠ હોવાની જાણ થઈ હતી.

જેથી અત્યંત આધુનિક એવી મિનિમલ એસેટ્સ સર્જરી, એડવાન્સ લેપ્રોસ્કોપી સર્જરી દ્વારા ડો.પુષ્કર ઠેકડી અને ડો.હર્ષ પટેલની ટીમે દૂરબીન વડે આ ગાંઠનું સફળતા પૂર્વક ઓપરેશન કરી દર્દીને દર્દમાંથી મુક્તિ અપાવી હતી. ઓપરેશન બાદ બીજા જ દિવસે દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અહીં નોંધપાત્ર છે કે એન.ડી. દેસાઈ હોસ્પિટલ ખાતે અત્યંત આધુનિક સાધનો વડે જટિલ શસ્ત્રક્રિયા કે જેમાં દર્દીની પોસ્ટ ઓપેરટીવ રિકવરી ખૂબ જ ઝડપી થાય, દર્દીનું જીવન અને સમય બન્નેનો બયાવ થતા દરેક વર્ગના દર્દીઓ માટે આ હોસ્પિટલ આશીર્વાદરૂપ સાબિત થઇ રહીં છે.

અન્ય સમાચારો પણ છે...