મેઘાનું રોદ્ર સ્વરૂપ:નડિયાદ શહેરમાં 8 કલાકમાં 6 ઇંચ વરસાદ, શારીરિક અશક્ત વૃદ્ધા ઘરની બહાર નીકળી ન શકતાં ડૂબી જતાં શ્વાસ થંભી ગયા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
જોહરાબીબીને રિક્ષામાં હોસ્પિટલ લઈ જતાં દ્રશ્યો અને ફાઈલ ફોટો} તસવીર ઃ દીપક જોશી - Divya Bhaskar
જોહરાબીબીને રિક્ષામાં હોસ્પિટલ લઈ જતાં દ્રશ્યો અને ફાઈલ ફોટો} તસવીર ઃ દીપક જોશી
  • ચરોતરમાં વરસાદે પાંચમી વ્યક્તિનો ભોગ લીધો
  • ​​​​​​​રવિવારે રાત્રે ખેડા જિલ્લામાં સરેરાશ સવા 3 ઇંચ, સૌથી ઓછો ઠાસરામાં 1 ઇંચ વરસાદ
  • ગાજીપુર પાસેનું તળાવ ઓવરફ્લો થઈ જતાં રહિશોનું વરીયાળી બજારમાં સ્થળાંતર કરાયું
  • મુખ્ય 3 ગરનાળામાં પાણી ખાલી થતાં 7 કલાક જ્યારે શ્રેયસ ગરનાળામાં 10 કલાક લાગ્યાં
  • ​​​​​​​મુખ્ય રસ્તા પરના પાણી સવાર સુધી ઓસરી જતાં વાહન ચાલકોએે રાહતનો શ્વાસ લીધો
  • ​​​​​​​એકલવાયું જીવન જીવતાં​​​​​​​ ​​​​​​​વૃદ્ધાને સેવાભાવીઓ હોસ્પિટલ લઈ ગયાં પરંતું જીવ ન બચ્યો

ખેડા જિલ્લામાં ગત રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. મોડી સાંજે શરૂ થયેલા વરસાદમાં સૌથી વધુ વરસાદ નડિયાદ પંથકમાં 6 ઇંચ જ્યારે સૌથી ઓછો ઠાસરા પંથકમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. નડિયાદમાં 6 ઇંચ વરસાદને પગલે શહેરના નીચાણવાળા વિસ્તારો પાણીથી ભરાઈ ગયા હતા. કાયમી જોવા મળે છે, તેમ સૌથી પહેલા વરસાદી પાણી શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા ગરનાળામાં ભરાઇ ગયા હતા. જેની સાથે સાથે અન્ય નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની સમસ્યા યથાવત રહી હતી.

શહેરના સૌથી પ્રભાવિત ગાજીપુર વિસ્તાર પાસેનું મુળેશ્વર તળાવ ઓવરફ્લો થતા પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા હતા. જેના કારણે અહીં રહેતા 65 વર્ષીય જોહરાબીબી અશક્ત હોઈ, તેમજ એકલા રહેતા હોઈ પાણી ભરાતા ઘરની બહાર નીકળી શક્યા ન હતા. પરિણામે 4 ફૂટ જેટલા પાણીમાં ડૂબી જતા તેઓનું મૃત્યુ થયું હતું. ઘટના બાદ સ્થાનિકોએ જોહરાબીબીને નડિયાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ઘટના અંગે પોલીસે પણ જાણવા જોગ નોંધ લીધી હતી.

ખેડા જિલ્લાના તાલુકાની વરસાદની સ્થિતિ

તાલુકોવરસાદ (MM)
કઠલાલ78
કપડવંજ36
ખેડા97
ગળતેશ્વર39
ઠાસરા27
નડિયાદ143
મહુધા46
મહેમદાવાદ135
માતર118
વસો106
કુલ825

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...