વિધાનસભા ચૂંટણીનુ ચિત્ર સ્પષ્ટ:ખેડા જિલ્લાની 6 વિધાનસભા બેઠકો માટે ભરાયેલા ઉમેદવારી પત્રોમાંથી 55 પરત ખેંચાયા, 44 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ

નડિયાદ16 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લાની 6 વિધાનસભા બેઠકો માટે આગામી બીજા તબક્કામાં 5મી ડીસેમ્બરના રોજ ચૂંટણી યોજાવાની છે. જે અનવ્યે તાજેતરમાં નામાકંન પ્રક્રિયા પૂર્ણ થઈ હતી. જેમાં 81 ઉમેદવારોએ 117 ફોર્મ ચૂંટણી અધિકારી સમક્ષ રજૂ કર્યા હતા. આ 117 ફોર્મની ચકાસણી પ્રક્રિયાના અંતે 18 અમાન્ય અને 99 માન્ય ઠર્યા હતા. આજે ઉમેદવારી પત્ર પરત ખેંચવાના દિવસે 55 ઉમેદવારી પત્ર પરત ખેંચાતા હવે ચૂંટણી મેદાનમાં 44 ઉમેદવારો બાકી રહ્યા છે.

માતર વિધાનસભા બેઠક
વિસ્તારથી માહિતી જોઈએ તો માતર વિધાનસભામાં 22 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 5 અમાન્ય અને 17 માન્ય ઠર્યા હતા. જેમાંથી મહેન્દ્રભાઈ ભલાભાઈ વાઘેલા (ભેરાઈ, તા.ખેડા) અને અરૂણકુમાર મનુભાઈ વાઘેલા (વણસર, તા.માતર) સહિત 10 પરત થતાં હવે આ બેઠક પર 7 ઉમેદવારો મેદાનમાં છે.

નડિયાદ વિધાનસભા બેઠક
નડિયાદ વિધાનસભા બેઠક પરથી 25 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 2 અમાન્ય અને 23 માન્ય ઠર્યા હતા. જેમાંથી 12 ઉમેદવારી પત્ર પરત ખેંચાયા છે. જેમાં રાણા પ્રતાપભાઈ છત્રસિંહ અને ભરતભાઈ પુજાભાઈ વેદ વગેરેનો સમાવેશ થાય છે. આમ હવે 11 ઉમેદવારો આ બેઠક પર મેદાનમાં છે.

મહેમદાવાદ વિધાનસભા બેઠક
મહેમદાવાદ વિધાનસભા બેઠક પરથી 16 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 5 અમાન્ય અને 11 માન્ય ઠર્યા હતા જેમાંથી આજે અરવિંદભાઈ જુવાનભાઇ ચૌહાણ સહિત 5 એ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યા હતા ચૂંટણી મેદાનમાં 6 ઉમેદવારો રહ્યા છે.

મહુધા વિધાનસભા બેઠક
મહુધા વિધાનસભા બેઠક પરથી 19 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 3 અમાન્ય અને 16માન્ય ગણાયા હતા જેમાંથી આજે 9 પરત ખેંચીયા હતા જેથી હવે સાત ઉમેદવાર મેદાનમાં છે.

ઠાસરા વિધાનસભા બેઠક
ઠાસરા વિધાનસભા બેઠક પરથી 21 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 2અમાન્ય અને 19 માન્ય ઠર્યા હતા જેમાં થી આજે 11 ઉમેદવારી પત્ર પરત ખેચાતા હવે મેદાનમાં આઠ ઉમેદવાર છે.

કપડવંજ વિધાનસભા બેઠક
કપડવંજ વિધાનસભા બેઠક પરથી 14 ફોર્મ ભરાયા હતા. જેમાંથી 1 અમાન્ય અને 13માન્ય ગણાયા હતા જેમાંથી આજે મહેબૂબ સૈયદ, ફિરોજભાઈ, યોગેશભાઈ મગનભાઈ પટેલ, નરોત્તમ પટેલ સહિત સમગ્ર આઠ પરત થયા હતા હવે 5 ઉમેદવારી મેદાનમાં છે. આમ છ બેઠકો માટે 44 ઉમેદવાર ચૂંટણી મેદાનમાં રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...