નડિયાદના વોર્ડ નં.6 માં આવેલા અલ મદીના એપાર્ટમેન્ટ વિસ્તારમાં છેલ્લા 6 દિવસથી ઉભરાતી ગટરોને કારણે રહિશોને ગંદકીમાંથી પસાર થવાની વારી આવી હતી. ઉપરાંત આસપાસની 6 થી 7 સોસાયટીઓમાં પાણી ઘુસી જતા લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા.
શહેરના મરીડા ભાગોળથી અંદર આવેલ અલ મદીના એપાર્ટમેન્ટવાળા વિસ્તાર અને તેને આસપાસની મોઇન પાર્ક, સુલતાન પાર્ક અને બીજી સોસાયટીઓમાં ગટરના પાણી જતા રહીશો પરેશાન થયા હતા. આશરે 4 થી 5 હજારથી વધુ રહીશો ધરાવતા આ વિસ્તારમાં છેલ્લા 6 દિવસથી ગટર ઉભરાવાને કારણે ગંદકી ફેલાઇ હતી.
જેને કારણે વિસ્તારમાં અવરજવર કરતા લોકો, વિદ્યાર્થીઓ, પસાર થતા વાહનચાલકોને હાલાકી વેઠવાની વારી આવી હતી. વિસ્તારમાં મહિના પહેલા ખોદેલ મોટી પાણીની લાઇન ખોદીને મૂકી રાખતા ગંદકી વિસરી હતી. છેલ્લા ઘણા સમયથી ગંદકીથી ભરચક વિસ્તારનો વહેલી તકે નિકાલ આવે તેની વિસ્તારના રહીશોમાં માંગ ઉઠી હતી.
સ્થાનિક રહીશોને ગંદા પાણીમાંથી અરવજવર કરવાનો વારો
વહેલી સવારે જોગીંગ માટે નીકળતા યુવાનો, શાળાએ જતા વિદ્યાર્થીઓ થી લઇને કામ ધંધે જતા લોકોને ગટરના ગંદા પાણીમાંથી પસાર થવાની વારી આવી હતી. ગંદા પાણીમાંથી ભૂલકોઓ પસાર થતા તેમના કપડા બગડ્યા હતા. પાલિકા આ સમસ્યાનો નિકાલ કરે તો સારૂ. > ઇમરાન વ્હોરા, રહીશ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.