ભાજપના ઉમેદવાર જાહેર:ખેડા જિલ્લાની 6 પૈકી 5 વિધાનસભાના ઉમેદવારો સત્તાવાર જાહેર, પ્રથમ યાદીમાં જ 5 વિધાનસભા બેઠકના ઉમેદવારોને ટિકિટ અપાઇ

નડિયાદ22 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભા ચૂંટણીનો રંગ જામ્યો છે. આજે ભાજપે પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી સત્તાવાર રીતે બહાર પાડી દીધી છે. ભારે ઈતીજારી વચ્ચે આ પ્રથમ યાદીમા જ ખેડા જિલ્લાની 6 વિધાનસભા પૈકી 5 વિધાનસભાની બેઠકો માટેના ઉમેદવારોની પસંદગી થઈ ચૂકી છે. ત્યારે તેમના સમર્થકોમા ખુશીની લાગણી ઉઠી છે. સૌ સમર્થકો ફટાકડા ફોડી ચૂંટણીની જીત મેળવવા લાગી ચૂકયા છે. માત્ર મહેમદાવાદ વિધાનસભા બેઠકના ઉમેદવાર જાહેર કરવાના બાકી રહ્યા છે.

ફક્ત મહેમદાવાદ વિધાનસભા બેઠકના ઉમેદવાર જાહેર કરવાના બાકી
ભાજપે આજે જે પ્રથમ યાદી બહાર પાડી છે તેમાં જિલ્લાની 115 માતર બેઠક પરથી કલ્પેશભાઈ આશાભાઈ પરમાર, 116 નડિયાદ વિધાનસભા બેઠક પરથી પંકજભાઈ વિનુભાઈ દેસાઈ, 118 મહુધા વિધાનસભા બેઠક પરથી સંજયસિંહ વિજયસિંહ મહીડા, 119 ઠાસરા વિધાનસભા બેઠક પરથી યોગેન્દ્રસિંહ રામસિંહ પરમાર અને 120 કપડવંજ વિધાનસભા બેઠક પરથી રાજેશભાઈ મગનભાઈ ઝાલાની પસંદગી થઈ છે. ફક્ત મહેમદાવાદ વિધાનસભા બેઠકના ઉમેદવાર જાહેર કરવાના બાકી છે. નોંધનીય છે કે જિલ્લાની આ 6 વિધાનસભાની બેઠકો માટે 109 દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી. જેમાંથી 5ની પસંદગી પર ભાજપે મહોર મારી છે. જે ઉમેદવારોને ટીકીટ મળી તેના રાજકીય બેકગ્રાઉન્ડ પર નજર

નડિયાદ વિધાનસભા
116 નડિયાદ વિધાનસભા બેઠક પરથી પંકજભાઈ દેસાઈ રીપીટ થતાં તેમના ટેકેદારો રાજીના રેડ થઈ ગયા છે. સતત 5 ટર્મથી પંકજભાઈ દેસાઈ અહીંયા કમળના નિશાન પર જીત મેળવી રહ્યા છે ત્યારે આ છઠ્ઠી ટર્મમા રીપીટ કરવામાં આવ્યા છે. પંકજભાઈ દેસાઈ પોતે 10,11, 12, 13 અને 14મી વિધાનસભામાં સતત મુખ્ય દંડક તરીકે સેવાઓ આપી રહ્યા છે. તેઓ B.S.C (રસાયણશાસ્ત્ર) સુધીનો અભ્યાસ ધરાવે છે. વ્યવસાયે ખેતી અને વેપાર સાથે સંકળાયેલા છે. રાજકીય કારકિર્દી જોઈએ તો, દશમી ગુજરાત વિધાનસભા 1999-2002, અગિયારમી ગુજરાત વિધાનસભા 2002-2007, બારમી ગુજરાત વિધાનસભા 2007-2012, સરકારના મુખ્યદંડક 25 ઓગસ્ટ 2010થી 20 ડિસેમ્બર 2012, તેરમી ગુજરાત વિધાનસભા સભ્યપદે ચૂંટાયા (ચોથી ટર્મ), બારમી અને તેરમી ગુજરાત વિધાનસભામાં 25 ઓગષ્ટ, 2010થી 20મી ડિસેમ્બર 2017 સુધી મુખ્ય દંડક પદે તેમજ ચૌદમી ગુજરાત વિધાનસભામાં 26મી ડિસેમ્બર 2017થી મુખ્ય દંડક પદે કાર્યરત. ભાજપમાં પંકજભાઈ દેસાઈની સાથે નડિયાદ વિધાનસભા બેઠક પરથી આ વખતે 11 વ્યક્તિઓ લોબીમાં હતા. પાટીદારોનુ વર્ચસ્વ રહી ચૂકેલી આ બેઠક પર સતત કમળ ખીલતું રહ્યું છે.

મહુધા વિધાનસભા
મહુધા વિધાનસભા બેઠક પરથી ભાજપે ક્ષત્રિય ઉમેદવાર સંજયસિંહ વિજયસિંહ મહિડાને ટીકીટ આપી છે. તેઓ ઘણા વર્ષોથી રાજકીય ક્ષેત્રે પોતાની કારકિર્દી બનાવી છે. સંજયસિંહ મહિડા પોતે હાલ નડિયાદ તાલુકા પંચાયતના પ્રમુખ પદે કાર્યરત છે. અહિયાં ક્ષત્રિયોનું વર્ચસ્વ હોવાથી ભાજપે સારી રણનીતિ અપનાવી છે. જોકે ગત ટમમા પણ ભાજપે અહીયા ક્ષત્રિય ઉમેદવાર પંસદગ કર્યો હતો આમ છતાં પણ ભાજપ અહીયા આ બેઠક મેળવી શકી નહોતી. અહીયા ભાજપની લોબીમાં 23 વ્યક્તિઓ હતા જેમાંથી સંજયભાઈ મહીડાની પસંદગી થઈ છે.

ઠાસરા વિધાનસભા
ઠાસરા વિધાનસભામા બેઠક પર ભાજપે યુવા ઉમેદવારની પસંદગી કરી છે. જેમાં અહીયાના પીઢ અગ્રણી અને અમૂલ ડેરીના ચેરમેન એવા રામસિંહ પરમારના પુત્ર યોગેન્દ્રસિંહને આ બેઠક પરથી ટીકીટ આપી છે. યોગેન્દ્રસિંહ પોતે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ રહી ચૂક્યા છે અને હાલ ઠાસરા એપીએમસીના ચેરમેન તથા કેડિસીસી બેન્ક નડિયાદના ડીરેક્ટ પદે છે. અહીંયાથી આ નવા રાજકીય યુવાનને ટીકીટ આપતા તેમના સમર્થકોમા ખુશીની લહેર છવાઈ છે. મહત્વનુ છે કે તેમની સાથે 19 વ્યક્તિઓ લોબીમા હતાં જેમાંથી યોગેન્દ્રસિહની પસંદગી થઈ છે. આ બેઠક પણ ક્ષત્રિયોનુ જોર છે.

કપડવંજ વિધાનસભા
વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી કપડવંજ વિધાનસભાની જો વાત કરીએ તો ભાજપે અહીયા કોંગ્રેસમાથી પક્ષ પલટો કરી આવેલા રાજેશભાઈ મગનભાઈ ઝાલાને ટીકીટ આપી છે. તેમની રાજકીય કારકિર્દી જોઈએ તો તેઓ અગાઉ કોંગ્રેસ પક્ષમા હતા અને ત્યા જિલ્લા પ્રમુખ તરીકે પણ સેવાઓ આપી ચૂક્યા છે. અહીયા તેમની સાથે 30 લોકો લોબીમાં હતા અને આમ આ વખતે ભાજપે તેમની કદર કરી કપડવંજ વિધાનસભા બેઠક માટે પસંદગી કરી છે.

માતર વિધાનસભા
માતર બેઠક પરથી નવો ચહેરો ભાજપે ઉતાર્યો છે. છેલ્લા કેટલાય સમયથી ભાજપમાં વિવાદીત રહી ચૂકેલા અહીયાના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીની આ વિધાનસભામા ટીકીટ કપાઈ ચૂકી છે. ભાજપે અહીયા માતર તાલુકાના ભલાડા ગામના પૂર્વ સરપંચ અને પૂર્વ તાલુકા પંચાયત સદસ્ય રહી ચૂકેલા કલ્પેશભાઈ પરમારને ટીકીટ આપી છે. એક સામાન્ય વ્યક્તિની પસંદગી થતાં તેમના ટેકેદારોમા ખુશીની લહેર ઉઠી છે. અહીયા તેમની સાથે 19 વ્યક્તિઓ લોબીમાં હતા જેમાંથી કલ્પેશભાઈ પરમારની પસંદગી થઈ છે. મહત્વનું છે કે આ બેઠક ફર ક્ષત્રિયનો દબદબો રહ્યો છે.

કોણ કપાયું, કોણ નવા ચહેરા અને કોણ રીપીટ થયું
ભાજપે આજે જાહેર કરેલી પ્રથમ યાદીમા માતર વિધાનસભા બેઠક પરથી કેસરીસિંહ સોલંકી કપાઈ ચૂક્યા છે. તેઓ અવારનવાર ભાજપ પક્ષમાં તથા અન્ય રીતે વિવાદમાં રહી ચૂક્યા હતા. સતત બે ટર્મથી તેઓ આ બેઠક પરથી જીતતા આવ્યા હતા આ વખતે પણ તેમણે દાવેદારી નોંધાવી હતી પરંતુ પક્ષે નવા ચહેરો ઉતારી દીધો છે. નડિયાદ વિધાનસભાની બેઠક પર રીપીટ થીયર થઈ છે. પંકજભાઈ દેસાઈ રીપીટ થતાં તેમના સમર્થકોમા ખુશી પ્રસરી છે. તો કપડવંજ વિધાનસભા બેઠક પર કોંગ્રેસમાથી આવેલા રાજેશ ઝાલાની ભાજપમા લોટ્રી લાગી છે. આ ઉપરાંત ઠાસરા વિધાનસભા બેઠક પર યોગેન્દ્રસિહ પરમાર પણ નવો ચહેરો છે. આ બેઠક પર જિલ્લા પંચાયત પ્રમુખે પણ દાવેદારી નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...