શિવભક્ત PSI:10 વર્ષમાં 5 કૈલાશ યાત્રા; 37 વર્ષની ઉમંરે પ્રથમ કૈલાશ યાત્રા કરી, 5મી યાત્રામાં 21 વર્ષનો પુત્ર પણ સાથે જોડાયો

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • માઇનસ ત્રણ ડિગ્રીમાં ત્રિનેત્ર દર્શનનો જુસ્સો
  • વતન રાજસ્થાન, નોકરી નડિયાદમાં અને લગન ભોળાનાથની ભક્તિની

દિલમા જોશ અને જુસ્સો હોય તો મુશ્કેલમાં મુશ્કેલ સફર સરળતાથી પૂર્ણ થઇ જાય. આવાજ નડિયાદના ખંતીલા અને યુવા પીએસાઇ દ્વારા એક નહી પરંતુ પાંચ કૈલાશની રોમાંચક સફર પૂર્ણ કરવામાં આવી છે. પીએસઆઇ સંતોષ કતીરીયાએ 47 વર્ષની ઉંમરે કૈલાશ પર આવેલ શિવજીના 5 શિખરો સર કર્યા છે. મૂળ રાજસ્થાનના વતની સંતોષ વી. કતારીયા પોતે શિવજીના ભક્ત છે. જેઓ નડિયાદ SRP ગ્રુપ 7માં વાયરલેસ પીએસઆઈ તરીફે ફરજ નિભાવે છે.

પોલીસ વિભાગમાં ભાગ્યે જ કોઈ હશે જેણે પાંચે કૈલાશની આ રોમાંચક સફર પૂર્ણ કરી હશે. કૈલાશ પર બિરાજમાન ભગવાન ભોળે નથના 5 શિખરના દર્શન કરવા એ દરેક હિન્દુની ઈચ્છા મનની ઈચ્છા હોય છે. પરંતુ કોઈનામાં જુસ્સાનો અભાવ, કોઈની પાસે સમયની કમી, તો કોઈને શરીર સાથ નહી આપતા દરેક વ્યક્તિની ઈચ્ચા પુરી થતી નથી. પરંતુ નડિયાદમાં ફરજ બજાવતા 47 વર્ષીય પી.એસ.આઈ સંતોષ કતીરીયાએ એ 17 દિવસમાં જ આદી કૈલાશ અને મણી કૈલાશની યાત્રા પૂર્ણ કરી તાજેતરમાં પરત ફર્યા છે.

આ ઉંમરે માઇનસ 3 ડિગ્રી તાપમાનની વચ્ચે મણી મહેશ કૈલાસ શિખરની યાત્રા સર કરી આવતા તેમનામાં અનોખો ઉમળકો જોવા મળ્યો હતો. 2010માં સંતોષભાઇ વિસનગર ખાતે હતા ત્યારે કૈલાશયાત્રી નીતિન પ્રધાન સાથે તેમની મુલાકાત દરમિયાન કૈલાશ માનસરોવર યાત્રા કરવા માટેની જીગ્નાસા જાગી હતી. 2012માં તેમણે કૈલાસ માનસરોવરની યાત્રા કરી હતી. પોલીસમાં ફરજ બજાવવાની સાથે પાંચેય યાત્રાઓ કરીને તેમણે ફક્ત યુવાનો જ નહીં પરંતુ પોલીસ વિભાગમાં પણ પોઝિટિવ શક્તિની ઉર્જા જગાવી છે.

પુત્રનુ ઓક્સિજન ઘટ્યું છતાં હિંમત ન હાર્યાં
સંતોષભાઇએ તેમના દિકરા સાહિલ સાથે માણી મહેશ કૈલાસની યાત્રા શરૂ કરી હતી. પરંતુ પુત્રને થાક અને ઓક્સિજન લેવલની ઘટને કારણે તથા તેનો બુટ તૂટી જવાને કારણે દિકરાને અધવચ્ચે છોડીને સંતોષભાઇએ આગળ વધવું પડ્યું હતું. છેલ્લા અમુક મીટરની ચઢાઈમાં ઘણી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. છતાં મહાદેવની કૃપા અને ઇચ્છાને કારણે કૈલાશયાત્રા સુપેરે સંપન્ન કરી
શક્યા હતા.
14 હજાર ફૂટની યાત્રા 17 દિવસમાં પરિપૂર્ણ કરી
કૈલાસ માન સરોવર અને કિન્નર કૈલાસની ઉંચાઈ આશરે 19 હજાર ફૂટ છે. જ્યારે શ્રીખંડ કૈલાસ 18 હજાર ફૂટની ઊંચાઈએ આવેલું છે. તથા 14 હજાર ફૂટની આસપાસ આવેલા આદિ કૈલાસ અને મણી કૈલાસની યાત્રા સંતોષભાઇએ 17 દિવસમાં પૂર્ણ કરી હતી.

2012 થી 2022 સુધીમાં 5 શિખરની યાત્રા સંપન્ન
વર્ષ 2012માં કૈલાશ માનસરોવરની યાત્રા ફક્ત 12 દિવસમાં, 2017માં કિન્નર કૈલાશ યાત્રા 32 દિવસમાં, 2019માં શ્રીખંડ કૈલાશ યાત્રા 10 દિવસમાં, અને 3 જૂનથી 14 જૂન વચ્ચે આદિ કૈલાશ સરોવરની યાત્રા તથા 16 જૂનથી 23 જૂન દરમિયાન પોતાના પુત્ર સાથે મહેશ કૈલાશ યાત્રા પૂર્ણ કરી હતી. આમ અત્યાર સુધીમાં મહાદેવના ભક્ત સંતોષ કતીરીયાએ પાંચેય કૈલાસ યાત્રા પૂર્ણ કરી છે.

અન્ય સમાચારો પણ છે...