ચાઇનીઝ દોરીની ઘૂસણખોરી:ખેડા જિલ્લામાં 2 દિવસમાં 487 ચાઇનીઝ ફીરકી જપ્ત

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામ્ય વિસ્તારો સુધી ચાઇનીઝ દોરીની ઘૂસણખોરી
  • 9 શખ્સો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધાયો

ખેડા જિલ્લામાં બે દિવસમાં 487 પ્રતિબંધિત ચાઈનીઝ દોરી ઝડપાઈ હતી.આ બનાવમાં પોલીસ ટીમે રૂ1.09 લાખનો મુદ્દામાલ જપ્ત કરી નવ ઇસમો વિરુદ્ધ જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો છે. ડાકોર સ્થાનિક પોલીસે શહેરના ભવન્સ કોલેજ પાસેથી અનીલ કનકસિંહ મહીડાને ચાઇનીઝ દોરી રીલ નંગ-75 રૂ 22,500,નડિયાદ ગ્રામ્ય પોલીસે પીપળાતાના સંતનાપૂરમાંથી અજીત કનુ પરમારને ચાઇનીઝ દોરી રીલ નંગ-20 રૂ 6 હજાર અને આખડોલ નહેર નજીક વિશાલ દિનેશ ઠાકોરને ચાઇનીઝ દોરી રીલ નંગ-10 રૂ 3 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

જ્યારે ઠાસરા નવીનગરીમાં થી વિજય રાવજી વસાવાને રીલ નંગ 3 રૂ 900, ક્રાઇમ બ્રાન્ચની ટીમે ચકલાસીના પાટવી ફળીયામાંથી ચાઇનીઝ દોરી રીલ નં-182 રૂ 35,700 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.વળી વસોના રામપૂરા આશાપૂરા રોડ પરથી વિક્રમ મનુભાઇ બારૈયાને ચાઇનીઝ દોરીના રીલ નંગ 10 રૂ 4 હજારના મુદ્દામાલ સાથે જપ્ત કર્યો હતો.જ્યારે બુધવારના રોજ 187 ચાઇનીઝ દોરી રૂ37,300ના મુદ્દામાલ સાથે 3 ઇસમોને ઝડપી પાડ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...