ભૂમાફિયાની ધમકી:6 મિનિટની વાતમાં 47 વાર અપશબ્દોનો મારો, નડિયાદમાં સંબંધીને મારી નાખવાની ધમકીના કેસમાં ઓડિયો વાયરલ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

નડિયાદ નગરપાલિકાના વોર્ડ નં.3ના પૂર્વ કાઉન્સિલર અને ભૂમાફિયા ભાનુ ભરવાડ સામે તેમના જ સંબંધીએ ફરિયાદ નોંધાવી છે. હાથમાં રહેતા હીરાભાઈ ભરવાડના ભત્રીજા હનુભાઈ સાથે ભાનુ ભરવાડને કોઈ બાબતે વિવાદ થયો હતો. જેથી હનુભાઈને વારંવાર ફોન કરવા છતાં તે ફોન ઉપાડતો ન હોઈ ભાનુ ભરવાડે હીરાભાઈ ભરવાડને ફોન કરી તારો ભત્રીજો મારા ફોન કેમ ઉપાડતો નથી, તમારા દિવસો ભરાઈ ગયા છે. તમને બધાને હુ ખતમ કરી નાખીશ તેવી ધમકીઓ આપી હતી.

ઘણી બધી વાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપી
અંદાજીત 6 મિનિટ સુધી ચાલેલી આ વાતચીતમાં ભાનુ ભરવાડે સામેવાળાને 47 થી વધુ વાર અપ શબ્દો બોલ્યા હતા. તેમજ ઘણી બધી વાર જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. સામે છેડે વાત કરી રહેલા હીરાભાઈ ભરવાડે પણ ભાનુ ભરવાડને પરખાવી દીધું હતું કે હુ અત્યારે મારા ઘરે જ બેઠો છું, તમારે મને મારી નાખવો હોય તો ઘરે આવી જાવ, પરંતુ ભાનુ ભરવાડે તેને વારંવાર શંકરીયા મહારાજ આવી જા અહી તને અને તારા ભત્રીજાને આજે પતાવી દવ એવી ધમકીઓ આપી હતી. શુક્રવારે બનેલી આ ઘટના બાબતે શનિવાર નડિયાદ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ આ ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ હતી.

ભાનુ ભરવાડ અને હીરાભાઈ વચ્ચે થયેલી વાતચીતના અંશો..

ભાનુ ભરવાડ - અંકાને ફોન કરું છું પણ ..... ફોન કેમ નથી ઉપાડતો એના બાપની ..... કાલે એના ફોન પરથી તમે ફોન કર્યો હતો ને..

હીરાભાઈ - હા તેના પોન પરથી ફોન કરેલો..

ભાનુ - તો પછી કેમ ફોન નથી ઉપાડતો .....

હીરાભાઈ - શું ખબર તે ક્યા હશે

ભાનુ - આ તમે બધા છેને..... પેલા તમને ઢોકી દેવાના .... જો તમે અસલ તમારા બાપના દીકરા હોયને તો બહાર આવો ઢોકી ના દવ તો..

હીરાભાઈ - તો પતાવી દેજો..

ભાનુ - તુ અસલ તારા બાપનો દીકરો હોય તો ખાલી સંકરીયા મહારાજ સુધી આવીને જો..

હીરાભાઈ - તમે આવોને તમારા બાપના દીકરા હોય તો અહી ઘરે આવીને પતાવી દોને..

ભાનુ - એ તો બાયલા હોય જે કોઈના ઘરે જાય બાકી લોકોના ઘરે જઈ બબાલ ના થાય

હીરાભાઈ - તમે કીયાને માર્યો આજ દીન સુધી..તમે કોઈને માર્યો છે.. રહેવા દો મામાએ જે આપ્યુ છે રળી ખાવ..

ભાનુ - તારો છોકરો મારા ડમ્ફરીયાને અડે તો ખરો.. અડે તો પણ ...

તે પછી સામ સામે અપ શબ્દો બોલાયા છે.

અન્ય સમાચારો પણ છે...