આંતરિક બદલી:ખેડા જિલ્લામાં 42 નાયબ મામલતદાર અને 23 ક્લાર્કની આંતરિક બદલી કરાઈ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સમગ્ર રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે. નજીકના દિવસોમાં આ ચૂંટણી આવી રહી છે. તેવામા જિલ્લા વહીવટી તંત્ર પણ તૈયારીઓ શરુ કરી દીધી છે. ખેડા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણી પહેલા 42 નાયબ મામલતદાર અને 23 ક્લાર્કની આંતરિક બદલી જિલ્લા કલેકટર દ્વારા કરી દેવામા આવી છે. ચૂંટણી પહેલા આંતરિક બદલીનો દોર શરૂ થતાં ચૂંટણીની જાહેરાત આગામી દિવસોમાં થાય તો‌ નવાઈ નહી રહે.

23 ક્લાર્કની બદલી
ખેડા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પહેલી સપ્ટેમ્બરથી 31 જાન્યુઆરી 2023 સુધી વધારાની હંગામી જગ્યાઓ મંજૂર કરવામાં આવેલી છે. હાલમાં કારકુનની ઉપલબ્ધિ લક્ષ્મા લેતા ખેડા જિલ્લા મહેસુલી મહેકમ ફરજ બજાવતા 23 જેટલા ક્લાર્કની જાહેર સેવાના હિત માટે વહીવટી કારણોસર આંતરિક બદલી કરી દેવામાં આવી છે. આ સાથે સાથે ચૂંટણી કામગીરી જેવી કે, મતદારયાદીઓ તૈયાર કરવી, મતદારોને ઓળખપત્રો (EPIC) પૂરા પાડવા, મતદાન મથકોનું પુનર્ગઠન, ચૂંટણી સાહિત્ય તૈયાર કરવું, અન્ય રાજ્યોમાંથી (EVM) મેળવવા, તેમનું પરીક્ષણ કરવું, ચૂંટણી સ્ટાફની નિમણૂક અને તાલીમ, કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા, ચૂંટણી અધિકારી, કર્મચારીઓની નિમણૂક અને તાલીમ જેવી કામગીરી, મતદાર જાગૃતિ માટેના વિવિધ કાર્યક્રમોનું અસરકારક અમલીકરણ, Expenditure monitoringની કામગીરી સહિત આગામી વિધાનસભા સામાન્ય ચૂંટણીઓના સરળ સંચાલન માટે જિલ્લા,તાલુકા,ચૂંટણી અધિકારીની કચેરીઓ ખાતે વિધાનસભા સામાન્ય ચૂંટણીઓ માટે વધારાનું હંગામી મહેકમ પહેલી સપ્ટેમ્બરથી 31 જાન્યુઆરી 2023 સુધીના સમયગાળા માટે મંજૂર થયેલ છે. જેમાં 42 જેટલા નાયબ મામલતદારો જાહેર સેવાના હિત માટે વહીવટી કારણોસર આંતરિક બદલી કરી દેવામાં આવી છે.

ચાર્જની આંતરિક વ્યવસ્થા કચેરીના વડાએ કરવાની રહેશે
આ નાયબ મામલતદારોમા એ. જી. મોમીન નાયબ મામલતદાર ડિઝાસ્ટરએ નાયબ મામલતદાર નાઅપ શાખાનો વધારાનો હવાલો પોતાની મૂળ ફરજો ઉપરાંત સંભાળવાનો રહેશે. ઉપરાંત શ્રદ્ધા એચ. ગઢવી નાયબ મામલતદાર રજીસ્ટ્રી એ નાયબ મામલતદાર રેકોર્ડનો વધારાનો હવાલો પોતાની મૂળ ફરજો ઉપરાંત સંભાળવાનો રહેશે. બદલીથી ખાલી પડતી તમામ જગ્યાઓનો ચાર્જની આંતરિક વ્યવસ્થા કચેરીના વડાએ કરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...