નડિયાદ શહેરના પશ્ચિમ વિસ્તારમાં એક અઠવાડિયામાં ચાર ઇકો કરના સાયલન્સર રૂ 1.60 લાખની મત્તાની ચોરી થઇ હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.રાતના સમયે પાર્ક કરેલ ફક્ત ઇકો કારના સાયલેન્સર ચોરતી ટોળકી સક્રિય બની છે.
નડિયાદ શહેરના માઇ મંદિર રોડ પરના સાવલિયા નગર સોસાયટીમાં રહેતા યજ્ઞેશ શાહ પરિવાર સાથે રહી મહેમદાવાદમાં આઇસ્ક્રીમ પાર્લરની દુકાન ચલાવે છે. ધંધાના કામકાજ અર્થે યજ્ઞેશ એક ઇકો કાર લીધી હતી.તા 9 ડિસેમ્બરના રોજ રાતના કામ અર્થે આવી કાર ઘર પાસે પાર્ક કરી હતી.બીજા દિવસે સવારે યજ્ઞેશ કામ અર્થે જતા કાર ચાલુ કરતા કારનો અવાજ બદલાયેલો સંભળાતા તપાસ કરતાં કાર સાઇલેન્સર ચોરાઈ ગયું હોવાનું માલૂમ પડ્યું હતું.
આ બાદ તપાસ કરતા શહેરના લક્ષ્મી કોલોનીમાં રહેતા અશોક ચંદવાણીની ઇકો કારનુ સાયલેન્સર, શહેરના જૂના ડુમરાલ રોડ પર આવેલી સંસ્કૃતિ કુંજ સોસાયટીમાં રહેતા દર્શનાબેન રાવની ઇકો કારનુ સાઇલેન્સર ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું હતું.
વળી અમદાવાદના અસલાલી ખાતે રહેતા ઉમેશ સીતારામ યાદવની ઇકો કાર લઇ શહેરના પારીજાત રેસિડેન્સી ખાતે તા 7 ડિસેમ્બરના રોજ સેફ્ટીનું કામ કરવા આવ્યા હતા તેની કારનુ પણ સાઈલેન્સર ચોરાઈ ગયું હતું. આમ કુલ 4 ઇકો કારના સાઈલેન્સર રૂ 1.60 લાખની કોઈ અજાણ્યા ચોર ઇસમો ફરાર થઇ ગયા છે.આ સમગ્ર બનાવ અંગે નડિયાદ પશ્ચિમ પોલીસે અજાણ્યા ચોર ઇસમો વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.