વસોના પીજમાં બાઇક સાઈડમાં કરી લો તો પાણીની પીપ ત્યાં મૂકી દવ કહેતા ચાર ઇસમોએ ગાળો બોલી ગડદાપાટુનો મારમાર્યો હતો. તમે તમારા ઘરનો સામાન બધુ બહાર રાખો છો, અમે તમને કંઈ કહ્યું,તો તમે અમને પાણીની પીપ મૂકવા માટે બાઇક ખસેડવાનુ કહો છો કહી ગાળો બોલી મારામારી કરી હતી.
વસોના પીજમાં રાજેશ મેકવાનના ઘરમા સમારકામ ચાલતુ હતુ.પાણી ભરવાના પીપની બાજુમાં ગામમાં રહેતા પ્રણવનુ બાઇક પડયુ હતુ. તેથી પ્રણવ અને અજયને બાઇક સાઈડમાં કરી લો તો પાણીનુ પીપ ત્યાં મૂકી દવ કહેતા અજયે કહ્યું હતું કે તમે તમારા ઘરનો સામાન બહાર રાખો છો,અમે તમને કંઈ કહ્યું,તો તમે અમને પાણીનુ પીપ મૂકવા માટે બાઇક ખસેડવાનુ કહો છો,તેમ કહી બંને એકદમ ઉશ્કેરાઈ જઇ ગાળો બોલવા લાગ્યા હતા.જેથી ગાળો બોલવાની ના પાડતા પ્રણવ અને અજયનુ ઉપરાણું લઇ મનોજ અને જીગ્નેશ આવી બોલાચાલી કરી હતી.
જ્યારે મનોજે રાજેશને ધક્કો મારી નીચે પાડી દઈ નજીકમાંથી ઇંટનો લઇ આવી કપાળમાં મારી હતી.જેથી બૂમાબૂમ થતા રાજેશના માતા ઝઘડામાં છોડાવવા વચ્ચે પડતા ઇંટ મારી ચારેય ઇસમોએ ગડદાપાટુનો મારમારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.આ સમગ્ર બનાવ અંગે મનોજ ભાઇલાલભાઇ મકવાણા, જીગ્નેશ પરમાર, અજય ડાભી અને પ્રણવ વિરૂધ્ધ વસો પોલીસે ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.