ગુજરાત વહીવટી સેવા વર્ગ-1, અને વર્ગ-2 તથા નગરપાલિકા મુખ્ય અધિકારી વર્ગ-2 માટે આગામી તા.8 જાન્યુઆરીના રોજ પરીક્ષા યોજાનાર છે. ખેડા જિલ્લામાં કુલ 19 કેન્દ્ર પર 4,960 ઉમેદવારો પરીક્ષા આપવાના છે. પરંતુ 19 કેન્દ્રો પૈકી 4 કેન્દ્રોમાં અચાનક ફેરફાર કર્યા છે. તંત્ર દ્વારા અચાનક પરીક્ષા કેન્દ્રોમાં ફેરફાર કરતા પરીક્ષાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે. સંબંધિત વિભાગ દ્વારા નવા કેન્દ્રોની યાદી જાહેર કરાઈ છે, જેમાં નંબર મુજબ જણાવેલ નવા પરીક્ષા કેન્દ્ર ખાતે પરીક્ષા માટે ઉપસ્થિત થવાનું રહેશે.
બેઠક નંબર 110076550- 110076741 (8-બ્લોક) ના પ્રવેશપત્રમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર જવાહર વિદ્યા મંદિર ના બદલે નવું પરીક્ષા કેન્દ્ર યુનિક સ્કૂલ ઓફ સાયન્સ, ટુંડેલ, નડીઆદ-ખેડા રહેશે. બેઠક નંબર 110077342 - 110077533 (8 બ્લોક)ના પ્રવેશપત્રમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર મ્યુનિસિપલ હાઈસ્કૂલના બદલે સરસ્વતી હિન્દી વિદ્યા મંદીર, બારકોશીયા રોડ, નડીઆદમાં હાજર રહેવાનું રહેશે. બેઠક નંબર 110078206- 110078445 (10-બ્લોક) ના પ્રવેશપત્રમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર ઘન્શ્યામ ઇંગ્લિશ ટીચિંગ સ્કુલના બદલે ખુશ્બુ હાઈસ્કુલ, સ્પોર્ટસ કોમ્પલેક્ષ નજીક મરીડા રોડ, નડીઆદમાં ઉમેદવારોને હાજર રહેવાનુ રહેશે.
બેઠક નંબર 110079742- 110079981 (10 બ્લોક) ના પ્રવેશપત્રમાં દર્શાવેલ પરીક્ષા કેન્દ્ર ડી.પી.દેસાઈ હાઈસ્કુલના બદલે ભારતી વિનય મંદિર, ચકલાસી, નડીઆદમાં ઉમેદવારોને હાજર રહેવાનું રહેશે. આમ, ઉક્ત પરીક્ષા કેન્દ્રના નામ – સરનામાં માં ફેરફાર થતા પરિક્ષાર્થીઓ મુંઝવણમાં મુકાયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.