સાઇલેન્સર ચોરો સક્રિય:નડિયાદ પશ્ચિમમાં 4 ઈકો કારના સાઈલેન્સરની ચોરી, નવેમ્બરના છેલ્લા વીકમાં જ 3 ઈકો કારના સાઈલેન્સરો ચોરાયા હતા

નડિયાદ3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નડિયાદ શહેરમાં ફરી એક વખત સાઈલેન્સર ચોરની ટોળકી સક્રિય થઈ છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાંથી પાર્ક કરેલી 4 ઈકો કારના સાઇલેન્સર ચોરાઈ જતાં પશ્ચિમ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. નોંધનીય છે કે, ગત નવેમ્બરના છેલ્લા વીકમાં જ 3 ઈકો કારના સાઈલેન્સરો ચોરાઈ ગયા હતા.

આંગણા બહાર ઇકો કાર પાર્ક કરી હતી
નડિયાદ શહેરના માઈ મંદિર રોડ પર નહેર પાસે આવેલા સાવલિયા નગર સોસાયટીમાં રહેતા યજ્ઞેશ બાલમુકુંદભાઈ શાહ પોતે મહેમદાવાદ ખાતે આઇસ્ક્રીમ પાર્લરની દુકાન ચલાવે છે. તેમના ધંધાના કામકાજ અર્થે પોતાના નામે એક ઈકો ગાડી લીધી હતી. જેનો નંબર (GJ 07 DE 1067) છે. ગત 9મી ડિસેમ્બરના રોજ પોતાની ગાડી લઈને મહેમદાવાદ ખાતે ગયા હતા. જ્યાંથી મોડી રાત્રે પોતાના ઘરે આવી સોસાયટીના આંગણા બહાર પોતાની ઉપરોક્ત ઈકો કાર પાર્ક કરી હતી.

ઇકો કારનો અવાજ બદલાયેલો જોવા મળ્યો હતો
બીજા દિવસ સવારે પોતાના ધંધાર્થે જવાના હોવાથી યજ્ઞેશએ પોતાની કાર ચાલુ કરતા ઇકો કારનો અવાજ બદલાયેલો જોવા મળ્યો હતો. તપાસ કરતાં સાઈલેન્સર કારમાં નહોતું અને ચોરાઈ ગયું હતું. આ બાદ વધુ તપાસમા નડિયાદ ચાંદની ચોક, લક્ષ્મી કોલોની ખાતે રહેતા અશોક પ્રેમચંદભાઈ ચંદવાણીની ઇકો ગાડી નંબર (GJ 07 DE 3198), જૂના ડુબ્રાલ રોડ પર આવેલી સંસ્કૃતિ કુંજ સોસાયટીમાં રહેતા દર્શનાબેન દિનેશભાઈ રાવની ઇકો ગાડી નંબર (GJ 07 DE 8423)ના સાઈલેન્સરો આ રાત્રિ દરમિયાન ચોરાઈ ગયા હોવાનું જાણવા મળ્યું હતું.

કુલ 4 ઈકો કારના સાઈલેન્સરોની ચોરી
ગત 7મી ડિસેમ્બરના રોજ શહેરના મહેશ વાટિકા પાસે કેનાલ પર પારીજાત રેસીડેન્સી ખાતે ફાર સેફ્ટીનું કામ કરવા આવેલા અમદાવાદના અસલાલી ખાતે રહેતા ઉમેશ સીતારામ યાદવના ઈકો કાર નંબર (GJ 27 EB 4717)નુ પણ સાઈલેન્સર ચોરાઈ ગયું હતું. આમ કુલ 4 ઈકો કારના સાઈલેન્સરોની ચોરી કિંમત રૂપિયા 1 લાખ 60 હજારની કોઈ અજાણ્યા ઈસમો ચોરી કરી હોવાની ફરિયાદ નડિયાદ પશ્ચિમ પોલીસમાં નોધાઈ છે. પોલીસે યજ્ઞેશ, બાલમુકુંદ શાહની ફરિયાદના આધારે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...