ભાસ્કર વિશેષ:36મી નેશનલ ગેમ્સ માટે ચરોતરમાંથી 16 હજાર પ્રેક્ષકોને લઇ જવા 300 એસટી બસો દોડાવાશે

નડિયાદ, આણંદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ ખાતે યોજાનારી નેશનલ ગેમ્સની તૈયારીઓ માટે સમીક્ષા બેઠક યોજાઈ

આગામી 36મી નેશનલ ગેમ્સમાં આણંદ-ખેડા જિલ્લાના પ્રેક્ષકોને અમદાવાદ લઇ જવાના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા અને તાલુકાના તમામ સંકલનના અધિકારીઓની મીટીંગ યોજાઇ હતી. ત્યારે આણંદ-ખેડા જિલ્લામાંથી 300 એસટી બસોમાં 16 હજાર પ્રેક્ષકોને લઇ જવામાં આવશે. જો કે વીઆઇપીને અલગથી આમંત્રણ અપાશે.

આણંદ-ખેડા જિલ્લા કલેકટરએ નેશનલ ગેમ્સમાં ચરોતરમાંથી ભાગ લઈ રહેલા ખેલાડીઓ અને પ્રેક્ષકો માટે પરીવહન, રોકાણ, ભોજન, વાહન વ્યવસ્થાપન અને પાર્કિંગ સહિતની સુચારુ વ્યવસ્થાઓ પૂરી પાડવા જિલ્લાના સંલગ્ન અધિકારીઓને જરૂરી સૂચના આપી હતી. જેમાં કાર્યક્રમમાં આણંદ ખેડા જિલ્લામાંથી 16 હજાર પ્રેક્ષકો અમદાવાદ લઇ જવા કુલ 300 બસ ફાળવેલ છે. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી મિલિન્દબાપના સહિત મામલતદાર, ચીફઓફિસર અન્ય અધિકારીઓ હાજર રહ્યાં હતા.

50થી વધુ VIPને આમંત્રણ
અમદાવાદ ખાતે યોજાનારી નેશનલ ગેમ્સમાં આણંદ જિલ્લામાંથી 8 હજાર પ્રેક્ષકોને લઇ જવા માટે 150 એસટી બસો દોડાવવામાં આવશે.તેમજ શુક્રવારે પણ મીટીંગ આયોજન કરવામાં આવ્યું છે. આણંદ જિલ્લાના 50 ઉપરાંત વીઆઇપીને આમંત્રણ આપવામાં આવશે. > મનોજ દક્ષિણી, કલેક્ટર, આણંદ

અન્ય સમાચારો પણ છે...