ટ્રાફીક:નડિયાદ કોલેજ રોડ પર 30 મિનિટ જામ, લોકોએ ટ્રાફિક નિયમન કર્યુ

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોડે મોડે દોડી આવેલા ટીઆરબી અને પોલીસ જવાનોએ ટ્રાફીક ખુલ્લો કરાવ્યો

નડિયાદ શહેરના મુખ્ય સર્કલ એવા વાણિયાવાડ સર્કલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. આશરે 30 થી વધુ મિનિટનો ટ્રાફિકજામ સર્જાતા કંટાળી ગયેલ સ્થાનિકોએ જાતે ટ્રાફિક હળવો કરવાનો પ્રયાસ કર્યો હતો. રસ્તા પર આવેલ કોલેજો, હોસ્પિટલ અને રસ્તા પર આવેલ સોસાયટીઓને લઇ બપોરના સમયે ટ્રાફિકની સમસ્યા વિકરી હતી.

નડિયાદ શહેરના હાર્દસમા એવા કોલેજ રોડ પર શનિવારે બપોરના સમયે ટ્રાફિકજામ થતાં ચાલકોને આશરે 30 થી વધુ મિનિટ ઉભા રહેવાની વારી આવી હતી. જેને લઇ સ્થાનિકોએ જાતે ટ્રાફિકને હળવો કરવાની કોશિશ કરી હતી. જે બાદ ટીઆરબી અને પોલીસના જવાનોએ સ્થળ પર પહોંચી ટ્રાફિક હળવો કરી દીધો હતો. વાણિયાવડ સર્કલ શહેરના મુખ્ય રસ્તાને જોડતુ સર્કલ હોવાને કારણે તમામ પ્રકારનો ટ્રાફિક અહીંયા ભેગા થાય છે. જયાં નિયમના અભાવે જામ થાય છે.

અન્ય સમાચારો પણ છે...