ઠાસરા પંથકના સૈયાતમાં અગાઉ યોજાયેલ સરપંચની ચૂંટણીની અદાવત રાખી હાલના સરપંચ મળી પાંચ વ્યક્તિઓ ગામના 3 વ્યક્તિઓ પર હુમલો કર્યો છે. ઠાસરાના સૈયાંત ગામના નવાપુરા નટુ ચાવડા રવિવારસાંજના આઠેક વાગ્યાના અરસામાં ભાઈ પ્રતાપ,કુટુંબી ભત્રીજો જયદિપ ગામની દૂધની ડેરી સામે આવેલા મંદિરના પૂજારીને હવન બાબતે પૂછપરછ કરવા ગયા હતા.હવનમાં ગાયના દુધની જરૂરીયાત હોવાથી ગામના ભરવાડને દુધની પૂછપરછ કરવા જતાં અગાઉની સરપંચની ચૂંટણીની અદાવત રાખી ગામના નરેશ,ગુણવંત કે હાલ ગામના સરપંચ છે તે આવી ભત્રીજા જયદીપને મારમારવા લાગ્યા હતા.
જેથી બૂમાબૂમ થતા નરેશ અને ગુણવંતનુ ઉપરાણું લઇ વિજય અને કીર્તન આવી ગાળો બોલી મારમારવા લાગ્યા હતા તે સમયે કીર્તનને તેના હાથમાં રહેલી લોખંડની પાઇર જીતેન્દ્રને માથામાં મારી હતી.જેથી નટુ તેને છોડાવવા જતાં તેમને પણ પાઇપ મારી હતી.એટલાથી ન અટકતા ચારેય ઇસમોએ ગડદાપાટુનો મારમાર્યો હતો.
એટલાથી ન અટકતા કહ્યુ હતુ કે હવે ફરીથી ચૂંટણીની અદાવત રાખી કોઈ ઝઘડો કરશો તો તમને જાનથી મારી નાખીશું.આ બનાવની જાણ કાકા પ્રતાપને થતા તેઓ ઝઘડો કરેલ ઇસમોને ઠપકો આપવા જતા મહેશે રોકી ગાળો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ઠાસરા પોલીસે નરેશ ચાવડા, ગુણવંત કિર્તનભાઇ ચાવડા(હાલના સરપંચ),વિજય રાજેન્દ્રભાઇ ચાવડા,કીર્તન ચાવડા અને મહેશ ચાવડા વિરુદ્ધ ફરિયાદ નોંધી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.