અકસ્માત:ખેડા જિલ્લામાં ચોવીસ કલાકમાં થયેલ 2 અકસ્માતમાં 3નાં મોત

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીજ રામોલ રોડ અને મિત્રાલ પાસે અકસ્માત
  • 1નું ઘટના સ્થળે જ્યારે 2 વ્યક્તિનું સારવાર દરમિયાન મોત

ખેડા જિલ્લામાં સર્જાયેલા બે અલગ અલગ અકસ્માતના બનાવમાં કુલ ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા છે. મલાતજ થી લગ્નના રીસેપ્શન પૂર્ણ કરી પરત આવી રહેલા બાઇકને ટેમ્પીના ચાલકે અડફેટ મારતાં અકસ્માત સર્જાયો હતો. જ્યારે મિત્રાલમાં ભાણાના કપડા લેવા જતા મામાનો બાઇક પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો, જેમાં ભાણાનુ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે. બંને બનાવો વસો પોલીસની હદમાં બન્યો હોય, વસો પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નડિયાદ તાલુકાના અરેરા ઝોકવાળા ફળિયામાં રહેતા નયનકુમાર હેરકટીંગ કરી ગુજરાન ચલાવે છે. તા.11 જૂનના રોજ તેમના પિતા ભરતભાઈ અને કુટુંબી દાદા રમેશભાઈ મોટર સાયકલ જી.જે.07 બીસી 4606 લઇને મલાતજ ગયા હતા. તે સમયે તેમના મોટર સાયકલને પીજ-રામોલ રોડ ઉપર સામેથી આવતા ટેમ્પો જી.જે.23 ઝેડ 0612 ના ચાલકે અડફેટ મારતા બંને વ્યક્તિઓ રોડ ઉપર પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં ભરતભાઈનું બનાવ સ્થળે મોત નિપજયુ હતુ. જ્યારે રમેશભાઈનુ સારવાર દરમિયાન મોત નિપજયુ હતુ. જ્યારે અકસ્માતનો બીજો બનાવ વસોના મિત્રાલ પાસે બન્યો છે. મિત્રાલ ગામે રહેતા હિમાંશુભાઇ ભાણેજ યક્ષના કપડા લેવા માટે બહેન અંકિતા સાથે નડિયાદ જવા નીકળ્યા હતા.

દરમિયાન તેના ભાઇ નિરવને ગુતાલ નોકરી પર જવાનું હોવાથી તે પણ સાથે જોડાયો હતો. આ દરમિયાન તેઓ મિત્રાલ મીરા કોલ્ડ્રીકસ પાસેથી પસાર થઇ રહ્યા ત્યારે હિમાંશુભાઈએ બાઇક પરથી કાબુ ગુમાવતા એકદમ બ્રેક મારતાં બાઇક સ્ટ્રીટ લાઈટના થાંભલે અથડાયું હતું. જે ઘટનામાં બાઈક સવાર તમામ જમીન પર પટકાયા હતા. જે ઘટનામાં 4 વર્ષીય ભાણેજ સહિત તમામ વ્યક્તિઓને શરીરે ઈજા પહોંચતા તેમને સારવાર હેઠળ ખસેડાયા હતા. જેમાં યક્ષ ઉં.4 નુ સારવાર દરમિયાન મૃત્યુ નિપજયું છે.

જંગલ કટીંગના અભાવે અકસ્માત થતા હોવાની રાવ
સ્થાનિક નાગરિકોએ જણાવ્યુ હતુ કે જંગલ કટીંગ ન થયુ હોવાના કારણે પીજ-રામોલ રોડ ઉપર વારંવાર અકસ્માતના બનાવ બને છે. આ અંગે એસઓ અને ઉચ્ચ અધિકારીઓને જંગલ કટીંગ કરવા જાણ કરી હોવા છતાં કાર્યવાહી ન થતા 15 દિવસમાં 2 વ્યક્તિના મોત નિપજ્યા છે.

અન્ય સમાચારો પણ છે...