કપડવંજ તાલુકાના દંતાલી ગામે ખેતરના બોરમાં મોટર ઉતારી રહેલા 3 લોકોને કરંટ લાગ્યો હતો, જેમાંથી 1 વ્યક્તિનું મોત થયું હતું . પરિવારના છ સભ્યો ભાડા થી લોખંડની ઘોડી લાવ્યા હતા, જેની મદદથી કૂવામાં મોટર ઉતારી રહ્યા હતા, ત્યારે અચાનક ઘોડીનો પાછળનો ભાગ ઉપરથી પસાર થઈ રહેલા વીજ વાયરને અડકી ગયો હતો. જેમાં એકનું મોત થયું હતું.
કપડવંજના દંતાલી ગામે રહેતા અશ્વિનભાઈ ભલાભાઈ પરમારના ખેતરમાં આવેલા બોરમાં મોટર ન હતી. જેથી ખેતરમાં મોટર નાંખવા માટે ભાડે લોખંડની ઘોડી લાવી સોમવારે બપોરે કામગીરી શરૂ કરવામાં આવી હતી. ઘોડી ગોઠવીને અશ્વિનભાઈ, તેમજ પરિવારના અન્ય સભ્યો વિશાલભાઈ, બાબુભાઈ મોટર કુવામાં ઉતારી રહ્યા હતા, ત્યા અચાનક જોરદાર કરંટ લાગ્યો હતો.
જેમાં અશ્વિનભાઈ, વિશાલભાઈ અને બાબુભાઈ પરમારને વીજ કરંટ લાગ્યો હતો. ત્રણેયને વીજ કરંટ લાગતા સારવાર અર્થે કપડવંજ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં બાબુભાઈ પરમારને મૃત જાહેર કર્યા હતા અન્ય બેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસે આ અંગે તપાસ હાથ ધરી છે.
કરંટ લાગતા ત્રણ ફૂટ દૂર ફેંકાયા
ખેતરમાં હું અને પરિવારજનો બોર કુવામાં મોટર ઉતારવાની કામગીરી કરી રહ્યા હતા. તે સમયે અચાનક વીજ કરંટ લાગ્યો અને બુમાબુમ થઈગઈ. કૂવામાં કે મોટરમાં વીજ કનેક્શન લાગેલું હતુ જ નહી, છતાં વીજ કરંટ ક્યાંથી આવ્યો તેની ખબર જ નથી. અમને બધાને કરંટ લાગ્યો અને બે ત્રણ ફૂટ દૂર ફેંકાયા હતા. - વિશાલભાઈ પરમાર
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.