વ્યાજખોરો સામે પોલીસની લાલ આંખ:ખેડા જિલ્લામાંથી એક જ દિવસમાં ઊંચા વ્યાજના 3 કિસ્સાઓ ઉજાગર થયા, 5 લોકો સામે ફરિયાદ નોંધાઈ

નડિયાદ24 દિવસ પહેલા
  • કૉપી લિંક

ઊંચા વ્યાજે નાણાં ધીરધારના ધિકતા ગેરકાનૂની ધંધા પર રાજ્યની પોલીસે લાલ આંખ કરી છે. ખેડા જિલ્લામાં અગાઉ 3 ફરિયાદ બાદ આજે આ ગુનામાં વધુ 3 ફરિયાદ નોંધાઈ છે. નડિયાદના મહોળેલ, નડિયાદ ટાઉન અને પશ્ચિમ વિસ્તારમાં બનેલા બનાવથી ચકચાર જાગી છે. મહોળેલમા 3 વ્યાજખોરો સામે ચકલાસી પોલીસમા તો નડિયાદ ટાઉન અને પશ્ચિમમા એક-એક એમ કુલ 5 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે. મહોળેલમા તો લાખોની કિંમતના તગડા વ્યાજમાં 6થી વધુ લોકોને સૂવડાવી દેતાં ચકચાર મચી છે. નાણાધીરી પરત ન આપતાં નાણાં મેળવવા વકીલ મારફતે નોટીસ આપવાનો કિમિયો વ્યાજખોરો કરી રહ્યા હતા.

ચકલાસી પોલીસ મથકે નોધાયેલા બનાવમાં જોઈએ તો, નડિયાદ તાલુકાના મહોળેલ ગામે રહેતા 35 વર્ષિય મફતભાઇ વનાભાઇ ભરવાડ પોતે પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. તેઓએ ગામમાં રહેતા સાંપતરામ સવાજી રાજપુરોહીત પાસેથી વર્ષ 2018મા રૂપિયા 1 લાખ 50 હજાર ઉછીના વ્યાજથી લીધા હતા. જોકે ફાઈલ ચાર્જની રકમ કાપી 1 લાખ 43 હજાર રૂપિયા સાપતરામે આપ્યા હતા. આ દરમિયાન તેઓએ કહ્યું કે આ નાણાં કુલ 24 હપ્તામા ચૂકવાના રહેશે. જેના દર મહિને રૂપિયા 11 હજાર 680નો હપ્તો હતો.કુલ 10 હપ્તા મળી કુલ રૂપિયા 1 લાખ 16 હજાર મફતભાઈએ સાંપતરામને આપેલા હતા. તેમજ વર્ષ 2020ની સાલમાં મફતભાઈને અન્ય નાણની જરૂર પડતા તેઓએ આ સાંપતરામ પાસેથી બીજા રૂપિયા 1 લાખ લેવાની માંગણી કરતા તેઓએ મફતભાઈને કહ્યું કે, તમારે અગાઉના બાકી નીકળતા પૈસા મળી કુલ રૂપિયા 2 લાખ 35 હજાર ચુકવવાના થાય છે.

જેથી મફતભાઈને રૂપિયા 8 હજાર 400ના એક એવા 36 હપ્તા કરી આપ્યા હતા. જેમાંથી 21 હપ્તા સાંપતરામનાઓને આપેલા હતા. જે તમામ હપ્તો મળી કુલ રૂપિયા 2 લાખ 93 હજાર 200 આજ દિન ભર્યા છે. તો આ બાદ પણ સાંપતરામે કહ્યું કે, આ તો તમે વ્યાજ જ ભરેલ છે મુડી તો હજી બાકી છે. તો સામે મફતભાઈ જણાવ્યુ કે હાલ સુધી ત્રણ લાખ જેટલી રકમ આપી દીધેલ હોવા છતાં મૂડી કેવી રીતે બાકી બોલે આથી આક્રોશમા આવેલા સાંપતરામે ઝઘડો કરી મને મારી નાખવાની ધમકી આપી હતી અને બળજબરી પૂર્વક બેંક ઓફ બરોડા મહોળેલ શાખાના પાંચ ચેક સહી કરાવીને લઇ લીધા હતા.
કિશનભાઈએ રૂપિયા 6 લાખ હાથ ઉછીના લઈ ગયા હોવાનો દાવો મૂક્યો
ત્યારબાદ આ સાંપતરામના દિકરા કિશનભાઈના વકીલ તરફથી મફતભાઈને વર્ષ 2022મા નોટીસ મોકલી હતી. જેમા આ કિશનભાઈએ રૂપિયા 6 લાખ હાથ ઉછીના લઈ ગયા હોવાનો દાવો મૂક્યો છે. જે નાણાં પરત નહી ચૂકવો તો તમારો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા બાબતની વિગત જણાવેલ હતી. આ બનાવમાં મફતભાઈ આ કિશનભાઇને મળેલ નથી અને તેઓની પાસેથી નાણા લીધેલ નથી તેમ છતા તેઓએ અમારા વિરૂધ્ધ કોર્ટમાં કઈ રીતે કેસ દાખલ કરાવેલ છે. તે સમજાતું નહોતું
અન્ય લોકો પણ આના શિકાર બન્યા
આ વચ્ચે આવી જ રીતે ગામના ભરતભાઇ રામાભાઇ ભરવાડ, વાલજીભાઈ વનાભાઇ ભરવાડ, લાલભાઇ ભરવાડ, મુન્નાભાઇ ભુપતભાઇ ભરવાડ, સુખાભાઇ રાજુભાઇ ભરવાડનાઓએ પણ સાંપતરામનાઓ પાસેથી નાણાં લીધા હતાં. જેમાં ભરતભાઇ રામાભાઇ ભરવાડનાઓએ 1 લાખ 32 હજાર લીધેલા હતા તેની જગ્યાએ રૂપિયા 3 લાખ 50 હજાર ભરવા બાબતેની કોર્ટ તરફથી નોટીસ નર્મદાબેન મગનભાઇ તળપદા (રહે. ફતેપુરા તા. નડિયાદ) દ્વારા મળેલ છે. જેમાં તેઓ નર્મદાબેનનાઓને જાણતા પણ નથી.
આ ઉપરાંત વાલજીભાઈ વનાભાઈ ભરવાડ નાઓએ 3 લાખ લીધેલા હતા તેના રૂપિયા 12 લાખ બાકી હોવાનુ જણાવી તેઓની ઉપર સાપતરામના દિકરા કિશનભાઇનાએ નોટીસ આપી છે. તેમજ કાલભાઇ આમાભાઇ ભરવાડનાઓએ 40 હજાર રૂપિયા લીધેલા જેનુ સિધુ 4 લાખ બાકી હોવાનું જણાવી નોટીસ આપેલ છે. તથા મુન્નાભાઈ ભુપતભાઇ ભરવાડ નાઓએ રૂપિયા 1 લાખ 50 હજાર લીધેલા છતાં રૂપિયા 8 લાખ બાકી હોવાનું જણાવી નોટીસ આપી છે. અને સુખાભાઇ રાજુભાઇ ભરવાડનાઓએ રૂપિયા 1 લાખ લીધેલા તેઓના પણ 4 લાખ 50 હજાર બાકી હોવાનું જણાવી નોટીસ આપેલ છે.
પોલીસે નાણા ધીરધાર અનવ્યે ગુનો નોંધ્યો
આ સિવાય ગામના મગનભાઈ બુધાભાઈ પરમારનાએ સાપતરામ પાસેથી રોકડ રૂપિયા 35 હજાર લીધેલ હતા તેના હપ્તા ભરપાઇ કરવા છતા કુલ રૂપિયા 40 હજાર બાકી નીકળતા હોવાની નોટીસ આપેલ છે. મગનભાઇ બુધાભાઇ પરમાર, નારણભાઇ ભુરાભાઇ ભરવાડ, શૈલેષકુમાર પુનમભાઇ સોઢા, કરણભાઇ ઓઘડભાઇ ભરવાડ તથા લાલાભાઇ ખોડાભાઇ જોગરાણાનાઓને વ્યાજે પૈસા આપી નોટીસ આપેલ છે. અને લાલાભાઈએ તો પોતાના દાગીના મુકી પૈસા ભરેલા છે. આથી આ વ્યાજખોરોએ તગડુ વ્યાજ મેળવવાની લાલચમાં ગુનો કર્યો હોવાની ફરિયાદ મફતભાઇ વનાભાઇ ભરવાડે ચકલાસી પોલીસમા આપતાં પોલીસે તગડુ વ્યાજ વસુલનાર આ સાંપતરામ સવાજી રાજપુરોહીત તેમના દિકરા કિશનભાઇ અને નર્મદાબેન મગનભાઈ તળપદા ખેડા જિલ્લામાંથી એક જ દિવસમાં ઊંચા વ્યાજના 3 કિસ્સાઓ ઉજાગર થયા, નડિયાદના મહોળેલમા 3 વ્યાજખોરોએ લાખોની કિંમતના વ્યાજમાં 6થી વધુ લોકોને સૂવડાવી દીધા
​​​​​​​નડિયાદ ટાઉનમા બનેલ બનાવ
અન્ય બનાવ નડિયાદ ટાઉનમા બન્યો છે. જેમાં નડિયાદ શહેરના મલારપુરા વિસ્તારમાં રહેતા 36 વર્ષિય મહંમદએઝાઝ મહમંદહનીફ શેખ પોતે લાઇનિંગ વર્કસ નો ધંધો કરે છે. તેઓએ પોતાના ઘરનો ખર્ચો પૂરો કરવા માટે શહેરના વૈશાલી સિનેમા પાછળ રહેતા જયેશભાઈ તળપદા નામના વ્યક્તિ પાસેથી વ્યાજે રૂપિયા 2 લાખ 20 હજાર ગયા ચાર માસ અગાઉ લીધા હતા. તેનો દૈનિક હપ્તો પણ ભરતા હતા. જોકે આ હપ્તો તગડુ વ્યાજ હોવાનું જણાવી મુડી બાકીને બાકી રહેતા અને તેમનો ધંધો સારો ન ચાલતા થોડો સમય માગતા વ્યાજખોર જયેશ તળપદાએ તેઓની સાથે ઝઘડો કર્યો હતો. અને પઠાણી ઉઘરાણી કરી હતી અવારનવાર દુકાને તેમજ ફોન પર જુદી જુદી રીતે નાણા આપી જવા વ્યાજખોર જયેશ દબાણ કરતો હતો. તો વળી દુકાને ધસી આવેલા જયેશે મહંમદએઝાઝ શેખના બેંકના કોરા ચેક પર સહી કરાવી દીધી હતી. આજે સમગ્ર મામલે મહંમદએઝાઝ શેખે વ્યાજખોર જયેશ તળપદા સામે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
વ્યાજ ન ભરતાં મિત્રએ મિત્રની કાર જ ઉઠાવી દીધી
જ્યારે નડિયાદ પશ્ચિમમાં રહેતા 31 વર્ષિય કુણાલ ગોપાલભાઈ રાણા પોતે શહેરના અમદાવાદી બજારમાં સિઝનેબલ ધંધો કરે છે. સીઝનેબલ ધંધો હોવાના કારણે તેમને રૂપિયાની જરૂર પડતા તેઓએ શહેરના કોલેજ રોડ પર નંદનબાગ સોસાયટીમાં રહેતા પોતાના દોસ્તાર તીર્થ રીનેશભાઈ પરીખ પાસેથી રૂપિયા 30 હજાર અને તે બાદ ટુકડે ટુકડે રૂપિયા 75 હજાર વ્યાજે લીધા હતા. આમ કુલ રકમ 1 લાખ 5 હજાર માસિક 4% ના લેખે એટલે કે રૂપિયા 4 હજાર 500 સરેરાશ વ્યાજ લેતા હતા. આજ દિન સુધી કુણાલે રૂપિયા 73 હજાર ચૂકવી દીધા છે અને દર માસે તીર્થ આવી પોતાના મિત્ર કુણાલને ધાક ધમકી આપે છે. અને નાણા આપવા દબાણ કર્યું હતું. તો આટલેથી વાત ન અટકતા યેનકેન પ્રકારે તીર્થ પરીખે પોતાના મિત્ર કુણાલની કાર બળજબરી પૂર્વક લઈ લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...