વિધાનસભાની ચૂંટણી:6 પૈકી મહુધા બેઠક પર સૌથી વધુ 28303 નવા મતદાર નોંધાયા, 1749 બૂથ પર મતદાન થશે

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ખેડા જિલ્લાના 16 લાખ પૈકી 7.84 લાખ મહિલા મતદાર
  • 13 બેઠક માટે 5 ડિસેમ્બરે મતદાન; પહેલીવાર બંને જિલ્લાના 91 મતદાન મથકોનું સંચાલન માત્ર મહિલા કર્મચારીઓ કરશે

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી માટે જાહેરાત થઈ ગઈ છે. ચરોતરના અાણંદ અને ખેડા જિલ્લાની 13 બેઠકો માટે બીજા તબક્કામાં 5 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. અા વખતની ચૂંટણીમાં પહેલી વાર દરેક વિધાનસભાની બેઠક દીઠ 7 અે રીતે કુલ 91 મતદાન મથકો અેવા હશે કે જેમાં પોલીસ કર્મચારીથી લઈ પોલિંગ એજન્ટ સુધીનો તમામ સ્ટાફ માત્ર મહિલા કર્મચારીઓનો રહેશે.

2017નીચૂંટણીની સરખામણીમાં 2022ની ચૂંટણીમાં ચરોતરની 13 વિધાનસભા બેઠકો પર પાંચ વર્ષમાં 3.34 લાખ નવા મતદારો નોંધાયા છે. જેમાં અાંણદ િજલ્લામાં 7 વિધાનસભા બેઠક પર 1,81,902 નવા મતદાર અને ખેડાની 6 બેઠક પર 1,53,165 નવા મતદારો નોંધાયા છે. સંખ્યાની દ્દષ્ટિએ આણંદ અને કઠલાલ બેઠક પર સૌથી વધુ મતદારો છે.

ખેડા જિલ્લાની 6 બેઠકો માટે બીજા તબક્કામાં એટલે કે તા.5 ડિસેમ્બરના રોજ મતદાન થનાર છે. આ ચૂંટણીમાં જિલ્લાની 6 વિધાનસભા બેઠકો પર કુલ 1.53 લાખ મતદારોના વધારા સાથે કુલ મતદારોનો આંક 16 લાખ પર પહોંચી ગયો છે. જિલ્લામાં 8.16 લાખ પુરુષ મતદારો જ્યારે 7.84 લાખ સ્ત્રી મતદારો નોંધાયા છે. વિધાનસભાની ચૂંટણી જાહેર થઈ ચૂકી છે, જેને લઈ હવે વધુમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી વિભાગ દ્વારા પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ગત તા.10 ઓક્ટોબરના રોજ ચૂંટણી વિભાગ દ્વારા આખરી મતદાર યાદી પ્રસિધ્ધ કરી દેવામાં આવી હતી.

જે બાદના આંકડા પર નજર કરીએ તો, કપડવંજ અને કઠલાલ બેઠક મર્જ થઈ ગયા બાદ આ બેઠક જિલ્લાની સૌથી વધુ મતદારો ધરાવતી બેઠક બની ગઈ છે. જ્યાં 2.99 લાખ મતદારો નોંધાયા છે. ગત ટર્મમાં અહીં 2.72 લાખ મતદારો હતા. જિલ્લાના વડા મથક નડિયાદની વાત કરીયે તો અહીં 2.73 લાખ મતદારો નોંધાયા છે.

ગત ટર્મમાં અહીં 2.48 લાખ મતદારો હતા. 2017માં જિલ્લામાં નોંધાયેલા મતદારોની વાત કરીયે તો 7.46 લાખ પુરુષ મતદારો અને 7.01 લાખ સ્ત્રી મતદારો મળી કુલ 14.47 લાખ મતદારો હતા. જ્યારે 2022માં 8.16 લાખ પુરુષ મતદારો અને 7.84 લાખ સ્ત્રી મતદારો મળી કુલ 16 લાખ મતદારો નોંધાયા છે. આમ 70 હજાર પુરુષ મતદાર અને 83 હજાર સ્ત્રી મતદાર વધ્યાં છે.

વિધાનસભા બેઠક દીઠ મતદારોની સ્થિતિ

બેઠક20172022ટ્રાન્સજેન્ડરનવા મતદારો
માતર226255252144925889
નડિયાદ2484862738324525346
મહેમદાવાદ226423250521924098
મહુધા223837252140628303
ઠાસરા250156272969522813
કપડવંજ2726032993191226716
કુલ1447760160092587153165

2017ના પરિણામ પર એક નજર
નડિયાદ: પંકજ દેસાઈ;ભાજપ;20838 મતે વિજેતા
મહેમદાવાદ; અર્જુનસિહ ચૌહાણ; ભાજપ; 20918 મતે વિજેતા
માતર: કેસરીસિહ સોલંકી; ભાજપ; 2406 મતે વિજેતા
કપડવંજ: કાળુસિહ ડાભી; કોંગ્રેસ; 27226 મતે વિજેતા
ઠાસરા: કાંતિભાઈ પરમાર; કોંગ્રેસ; 7028 મતે વિજેતા
મહુધા : ઇન્દ્રજીત પરમાર; કોંગ્રેસ;13601 મતે વિજેતા

અન્ય સમાચારો પણ છે...