સરકારી યોજનાના લાભાર્થીઓ:ખેડા જિલ્લામાં શ્રમ કાર્ડ માટે 2.80 લાખ શ્રમજીવીઓએ રજીસ્ટ્રેશન કરાવ્યું, ઈ-શ્રમ અમલીકરણ સમિતીની માસિક બેઠક મળી

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લાના અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી થાય અને નિધારીત લક્ષ્ય નિયત સમયમર્યાદામાં પુરો કરે તે માટેની કડક સુચના અપાઈ

સરકાર વિવિધ યોજનાઓ અંતર્ગત લોકોને લાભ આપી રહી છે. ત્યારે શ્રમજીવીઓ માટે પણ શ્રમ કાર્ડથી વિવિધ લાભ મેળવી શકે એ માટે સરકારે પ્રયાસો હાથ ધર્યા છે. ત્યારે ખેડા જિલ્લામાં શ્રમ કાર્ડ માટે 2.80 લાખ શ્રમજીવીઓએ હાલ સુધી રજીસ્ટ્રેશન કરાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. જિલ્લા નિવાસી અધિક કલેક્ટર બી.એસ.પટેલ ની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાની ઈ-શ્રમ અમલીકરણ સમિતીની તાજેતરમાં માસિક બેઠક મળી હતી, જેમાં જિલ્લાના અમલીકરણ અધિકારીઓને જિલ્લાના ખુણેખુણેથી અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી થાય અને નિધારીત લક્ષ્ય નિયત સમયમર્યાદામાં પુરો કરે તે માટેની કડક સુચના આપવામાં આવી તથા પુરેપુરી સંવેદનશિલતાથી કામ કરવામાં આવે તો નાના લોકોને આકસ્મિક ઘટના સમયે સામાજીક સુરક્ષા પ્રદાન કરી શકાય.

અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરવામાં આવી રહી છે ભારત સરકારના શ્રમ મંત્રાલય દ્વારા અસંગઠિત શ્રમયોગીઓની નોંધણી કરવામાં આવી રહી છે ત્યારે બાંધકામ શ્રમયોગી સ્થળાતરીત શ્રમયોગી, ધરકામ કરનારા શ્રમયોગી, ધરેલુ કામદારો, ખેત શ્રમયોગી, સ્વરોજગાર ધરાવતા શ્રમયોગીઓ, ફેરીયાઓ, નાના દુકાનદારો, આશા વર્કર, આંગણવાળી વર્કર, માછીમાર કરનાર કામદારો, દૂધ વેચાણ કરતાં તમામ શ્રમયોગીઓ, રીક્ષા ચાલકો, મધ્યાન ભોજન યોજનામાં કામ કરતાં શ્રમયોગીઓ તથા અન્ય તમામ કામદારો કે, જેઓનો પી.એફ, ઇ.એસ.આઇ.સી ન કપાતો હોય અને ઇન્કમટેક્ષ ન ભરતાં તમામનો સમાવેશ થાય છે.

શ્રમ કાર્ડના અનેક ફાયદાઓ

આ શ્રમ કાર્ડના ફાયદાઓ પુરા ભારતમાં માન્ય રહેશે અને આ યોજના હેઠળ અકસ્માત મૃત્ય તથા કાયમી વિકલાંકતા પર રૂપિયા 2 લાખની , આશિક વિકલાંકતા પર રૂપિયા 1 લાખ મળવાપાત્ર લાભ છે. આ યોજનાનો લાભ લેવા માટે ઉપરોકત તમામ શ્રમયોગીઓ ઇ-શ્રમ રજીસ્ટ્રેશન માટે નજીકના સી.એસ.સી (કોમન સર્વિસ સેન્ટર) પર આધાર કાર્ડ, બેંક પાસબુકની નકલ, તથા મોબાઇલ નંબર સાથે વિના મુલ્ય નોંધણી કરાવવા જવાનું રહેશે. જેથી શ્રમયોગીઓની નોંધણી થઇ શકે. આ ઉપરાંત શ્રમયોગી પોતાની જાતે મોઇબાલ દ્વારા ઇ-શ્રમ પોર્ટલ પર જઇને સેલ્ફ રજીસ્ટ્રેશન કરાવી શકશે તેમજ નોંધણી બાબતની પ્રક્રિયા ઇ-ગ્રામ કેન્દ્રો પર પણ ઉપલબ્ધ છે.

ઝડપી નિર્ધારીત લક્ષ્ય પુર્ણ કરવા સુચના અપાઈ

ખેડા જિલ્લામાં 8 જુન સુધીમાં કુલ રજીસ્ટ્રેશન 2 લાખ 80 હજાર 33 થયા છે. આવી સુંદર યોજના લોકો સુધી પહોચે અને ખરા અર્થમાં તેઓને જરૂર સમયે સાર્થક નિવડે તે માટે થઇને તાકીદ કરી ઝડપી નિર્ધારીત લક્ષ્ય પુર્ણ કરવા સુચના આપી હતી. આ બેઠકમાં મદદનીશ શ્રમ આયુકત અને સંબંધિત જિલ્લા અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતાં.

અન્ય સમાચારો પણ છે...