ખેતીની વાત:ખેડા જિલ્લામાં 27 હજાર 774 હેક્ટરમાં તમાકુનું વાવેતર થયું, વિવિધ રવિ પાક મળી કુલ 1.40 લાખ હેક્ટરમાં વાવેતર

નડિયાદ17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં ખેડૂતો ધાન્ય પાક ઉપરાંત રોકડિયા પાક તરીકે તમાકુ,ચિકોરી, રાજગરો જેવા પાકોનું વાવેતર કરે છે. ચાલુ વર્ષે તમાકુનું કુલ વાવેતર 27,774 હેક્ટર વિસ્તારમાં કરવામાં આવ્યું છે. જ્યારે ચિકોરી 866 હેક્ટર તેમજ રાજગરાનું 480 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.

વસો તાલુકામાં 245 હેક્ટરમાં ચિકોરીનું વાવેતર
ચરોતર વિસ્તારના મોટાભાગના લોકો ખેતી અને પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. શિયાળામાં ખેડૂતો રવિ પાક તરીકે ઘઉં,રાયડો,તમાકુ,ચિકોરી તેમજ શાકભાજીનું વાવેતર કરવામાં આવે છે. ચાલુ વર્ષે શિયાળામાં ખેડૂતો દ્વારા ઘઉંનું 71,358 હેક્ટરમાં જ્યારે તમાકુનું વાવેતર 27,774 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં જિલ્લામાં સૌથી વધુ નડિયાદ તાલુકામાં 6,300 હેક્ટરમાં જ્યારે સૌથી ઓછું ખેડા તાલુકામાં 370 હેક્ટરમાં તમાકુનું વાવેતર કરવામાં આવ્યું છે. જેમાં ગળતેશ્વર તાલુકામાં-2540, કપડવંજ-1315 કઠલાલ-945, ખેડા-370, મહેમદાવાદ-3047, મહુધા-4150, માતર-1872, નડિયાદ-6300, ઠાસરા-3231, જ્યારે વસો તાલુકામાં 4004 હેક્ટરમાં તમાકુનું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે રોકડિયા પાક તરીકે ચિકોરીનું વાવેતર કુલ 869 હેક્ટરમાં થયું છે. જેમાં મહેમદાવાદ-216, મહુધા-10, નડિયાદ-395 જ્યારે વસો તાલુકામાં 245 હેક્ટરમાં ચિકોરી નું વાવેતર કરવામાં આવ્યું છે. જ્યારે જિલ્લામાં કુલ 1,40,689 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...