રખડતા ઢોરનો ત્રાસ:નડિયાદમાં ગાયે વૃદ્ધાને અડફેટે લેતાં ઢીંચણમાં 27 ટાંકા આવ્યા, 5 દિવસમાં ચોથો બનાવ

નડિયાદ21 દિવસ પહેલા
  • કૉપી લિંક
નડિયાદ સ્ટેશન પાછળની સોસાયટીમાં ગાયે વૃદ્ધાને અડફેટે લીધા. - Divya Bhaskar
નડિયાદ સ્ટેશન પાછળની સોસાયટીમાં ગાયે વૃદ્ધાને અડફેટે લીધા.
  • વૃદ્વા ઉભા હતા ત્યારે હુમલો કર્યો
  • ધક્કો મારી પાડી દેતાં વૃદ્ધા બેભાન, હોસ્પિટલમાં ખસેડાયા

નડિયાદ શહેરમાં રખડતી ગાયો દ્વારા શહેરીજનોને અડફેટે લેવાના કિસ્સા બની રહ્યા છે ત્યારે શહેરના રેલવે સ્ટેશન પાછળ આવેલ નુતન આદર્શ સોસાયટીમાં આ પ્રકારની ઘટના પ્રકાશમાં ‌આવી હતી. જેમાં સોસાયટીના વૃદ્ધાને ગાયે શિંગડે ચડાવતાં ઢીંચણે ટાંકા લેવાનો વારો આવ્યો હતો. રખડતા રોઢ મુદે પાલિકા દ્વારા અસરકારક કામગીરી ન કરવામાં અાવતા લોકો ભોગ બની રહ્યા છે. શહેરની સ્ટેશન વિસ્તારમાં આવેલ નૂતન સોસાયટીમાં રહેતા મધુબેન પરમાર ગુરૂવારની સાંજે 5.30ના સુમારે સોસાયટીમાં ઉભા હતા.

દરમિયાન સોસાયટીમાં રખડતી ગાય દ્વારા એકાએક શીંગડે ચડાવી ધક્કો મારવામાં આવ્યો હતો. આ બનાવની જાણ થતા આસપાસ રહેતા રહીશો દ્વારા બેભાન થઇ ગયેલા મધુબેનને હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તેઓને ઢીંચણના ભાગે 27 ટાંકા આવ્યા હતા. શહેરના પશ્ચિમ વિસ્તારમાં છેલ્લા પાંચ દિવસમાં ચાર લોકોને ગાય એ અડફેટે લીધા હતા.પાલિકાની રખડતા ઢોરો મામલે બેદરકારીભરી નીતિના કારણે લોકોને મુશ્કેલી વેઠવી પડે છે. ત્યારે પાલિકા તંત્ર રખડતા ઢોરોના પશુપાલકો સામે કડક કાર્યવાહી કરે તેવી માંગ રહીશો દ્વારા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...