જૈન બંધુઓનો પવિત્ર ચાતુર્માસ:નડિયાદમાં 240 તપસ્વીઓ તપશ્ચર્યામાં જોડાયાં, 120 દિવસના પર્વમા 82 દિવસના તપ સાધનાના હોય છે

નડિયાદ22 દિવસ પહેલા
  • પ્રવચન તેમજ જ્ઞાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું

કઠિન ધર્મ ગણાતા એવા જૈન ધર્મમાં ચાતુર્માસનો વિશિષ્ટ મહત્વ હોય છે. આ ચાતુર્માસનો પ્રારંભ અષાઢ સુદ ચૌદસથી થઈ ચૂક્યો છે. જે કારતક સુદ પૂનમે પૂર્ણ થશે. આ 120 દિવસના પર્વમા 82 દિવસના તપ સાધનાના પર્વ હોય છે. જેમાં જૈન બંધુઓ ગળાડુબ ભગવાનની ભક્તિમા લીન્ન થાય છે. આજે આ પર્વનો 15મો દિવસ છે ત્યારે નડિયાદ શ્વેતાંબર જૈન સંઘના આંગણે આ પર્વ ગુરુદેવ આ.ભ. જગવલ્લભ સુરીશ્વરજી મહારાજના પ્રશિષ્ય આ.ભ. દર્શનવલ્લભસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં ઉજવાઇ રહ્યો છે.

સવારે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું
નડિયાદ શહેરના દેવ ચકલા વિસ્તારમાં આવેલા અજીતનાથ જૈન‌ દેરાસર મુખ્ય જૈન ઉપાશ્રય ખાતે મહારાજ સાહેબની નીશ્રામા રોજ સવારે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું છે.‌ જેમા 'ભગવતીજી સૂત્ર' ઉપર માર્મિક પ્રવચન આપવામાં આવે છે. આ ઉપરાંત ભગવંતની પૂજા કરી જૈન બંધુઓ ધન્યતા અનુભવી રહ્યાં છે. આ ચાર મહિનાની ચાતુર્માસિક આરાધનામા એક સાધના તપ સાધના પણ છે. જેમાં 82 દિવસના આકરા તપ કરવામાં આવે છે. આ કઠીન તપ કરી જૈન બંધુઓ ધન્યતા અનુભવી રહ્યા છે. નડિયાદના જૈન સંઘના ભાઈ,બહેનો, બાળકો, યુવાનો, વૃદ્ધો મળીને 240 જેટલા તપસ્વીઓ ચાલુ વર્ષે આ આકરા તપ કરી રહ્યા છે. દરરોજ હ્રદય સ્પર્શી જૈન ધર્મના મર્મને સમજાવતા પ્રવચન પણ નિત્યક્રમે ઉપાશ્રય ખાતે ચાલુ છે. તપસ્વી કૃપાવલ્લભ વિ.મ.સા. અને. સેવાભાવી નમ્રવલ્લભ વિ.મ.સાહેબ પણ સાથે જોડાયા છે.

'મા' સંબંધીત પ્રવચન આપવામાં આવ્યું
આ.ભ. દર્શનવલ્લભસૂરીશ્વરજી મહારાજ સાહેબે જણાવ્યું હતું કે, સમાજમાં સૂક્ષ્મ જીવોથી માંડીને મનુષ્ય સુધી દરેકની સેવા કરવાનો પ્રેરક સંદેશ પ્રભુ મહાવીરે આ દુનિયાને આપ્યો છે. ચાતુર્માસ દરમિયાન જૈન સમાજ જોડાતો હોય છે. 'ભગવતજી સૂત્ર' દ્વારા જીવન જીવવાનો ઉદ્દેશ આ સમયમાં આપવામાં આવે છે. ગયા રવિવારે 'મા' સંબંધીત પ્રવચન આપવામાં આવ્યું હતું. તો આવતા રવિવારે આથી આગળ વધીને માનવતા સંબંધીત પ્રવચનનું સુંદર આયોજન કરાયું છે.
જ્ઞાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું
સાધ્વીજી નિર્મલગુણાતીજી મ.સા.આદિ 12 ઠાણા બહેનોને વિશેષ રૂપે ધર્મ માર્ગમાં પ્રેરણા આપી રહ્યા છે દર શનિવારે બપોરે મોટા મોટી બહેનો માટે અને રવિવારે બાલિકા તથા યુવતીઓ માટે જ્ઞાન શિબિરનું આયોજન થયેલ છે ઉપરાંત રવિવારે બપોરે ત્રણથી ચારના સમયગાળામાં બાળકો તથા યુવાનો માટે મુનીશ્રી નમ્રવલ્લભ વિ.મ. સાહેબ જ્ઞાન શિબિરનું સંચાલન કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...