તલાટીઓની હડતાળ:ખેડા જિલ્લાના 235 તલાટી કમ મંત્રીઓ હડતાળમાં જોડાતા ગામના વિવિધ કામો પર સીધી અસર પહોંચી

નડિયાદ10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માંગણીઓ પૂરી ન થાય ત્યાં સુધી અચોક્કસની મુદતની હડતાલનું એલાન

ખેડા જિલ્લામાં વિવિધ ગામમાં ફરજ બજાવતા 235 તલાટી કમ મંત્રીઓ પોતાની પડતર માગણીઓના મુદ્દે આજથી અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરી જતા ગામડાનું વહીવટીતંત્ર ઠપ્પ થઈ ગયું છે. વિવિધ કામ માટે પંચાયતમાં જતા ગામની પબ્લિકને આ હડતાલને લઈ ધક્કે ચડવાનો વારો આવ્યો છે. આ હડતાલ વહેલી તકે સમેટાય તેવી માંગ ઉઠવા પામી છે.

ખાતાકીય પરીક્ષા રદ કરવી
ખેડા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતના તલાટી કમ મંત્રીઓની પાંચ માંગણીઓ છેલ્લા ઘણા સમયથી પડતર છે. જેમાં વર્ષ 2005થી તલાટી કમ મંત્રીને સળંગ નોકરીએ ગણવા, પથમ ઉચ્ચતર પગાર માટેની લેવાતી ખાતાકીય પરીક્ષા રદ કરવી, રેવન્યુ તલાટીઓને પંચાયત તલાટીમાં મર્જ કરવા અથવા તો જોબ કાર્ડ અલગ બનાવો, પંચાયત વિભાગ ઉપરાંતની અન્ય કામગીરી માટે આપવામાં આવતા ભથ્થા રૂપિયા 900થી વધારીને રૂપિયા 5 હજાર કરવા વગેરે માંગણીઓ છેલ્લા ઘણા સમયથી હતી.

જિલ્લાના 235 તલાટી કમ મંત્રી પણ હડતાલમાં જોડાયા​​​​​​​
આ માંગણીઓ બાબતે વારંવારની રજૂઆતો કરવામાં આવ્યા છતાં સરકાર તરફથી કોઈ જાતની કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે આજથી ખેડા જિલ્લાના 235 તલાટી કમ મંત્રી અચોક્કસ મુદતની હડતાલ ઉતરી ગયા છે. ખેડા જિલ્લા તલાટી કમ મંત્રી એસોસિયેશનના પ્રમુખ રોનક દેસાઈએ જણાવ્યું હતું કે તલાટી કમ મંત્રીઓની છેલ્લા ઘણા સમયથી પડતર માંગણીઓ બાબતે સરકાર તરફથી કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી જેના કારણે ગુજરાત તલાટી કમ મંત્રી એસોસિએશનના આદેશ અનુસાર આજે ખેડા જિલ્લાના 235 તલાટી કમમંત્રી પણ હડતાલમાં જોડાયા છે.

અન્ય સમાચારો પણ છે...