નડિયાદના સમડી ચકલા ખાતે આવેલા શ્રી મોટા નારાયણ દેવ મંદિરમા 215મો પાટોત્સવ આવતીકાલે ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવશે. ભગવાનને મહાઅભિષેક તેમજ શણગાર આરતી કરવામાં આવશે. આ ઉપરાત રાત્રે ભજન-કિર્તનના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે સવારે મંગળાઆરતી બાદ નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત વિદ્યાલયના આચાર્ય વિમલ વ્યાસ તથા નડિયાદના ભાવેશ દવે દ્વારા વેદોક્ત મંત્રોચ્ચાર સાથે શ્રી નારાયણ દેવ ભગવાનનો મહાઅભિષેક કરવામાં આવશે. જેમાં ભારતની પવિત્ર નદીઓના જળ, કેસર સ્નાન પંચામૃત સ્નાન કરવામાં આવશે. જે બાદ 11 કલાકે 108 દિવાની શણગાર આરતી કરવામાં આવશે. રાત્રે શ્રી નારાયણ દેવ ભજન મંડળ દ્વારા ભજન કિર્તનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે તો નડિયાદના ધર્મપ્રેમી હરિભક્તોએ દર્શનનો લાભ લેવા પધારવા જણાવવામાં આવ્યું છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.