પાસાની દરખાસ્ત:ખેડા જિલ્લામાં 21 ચેકપોસ્ટ ઉભી કરી વાહન ચેકિંગ શરૂ

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 700 હથિયાર જમા, 7 સામે પાસાની દરખાસ્ત
  • શંકાસ્પદ ગતિવિધિ પર રોક લગાવવા આયોજન

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતા ખેડા જિલ્લામાં આચાર સંહિતા લાગુ પડી ચૂકી છે. પોલીસતંત્ર દ્વારા પણ આદર્શ આચારસંહિતાની અમલવારી થાય તેવા પ્રયાસો શરૂ કરી દીધા છે. શંકાસ્પદ ગતિવિધિ રોકવા 21 ચેકપોસ્ટ ઉભી કરી ચેકિંગ શરૂ કર્યું છે. તેમજ જિલ્લામાં 700 લાયસન્સવાળા હથિયાર જમા લેવામાં આવ્યા છે.

ખેડા જિલ્લાના પ્રવેશદ્વાર ૫૨ ચેકપોસ્ટ ગોઠવવામાં આવી રહ્યા છે અને ત્યાંથી નીકળતા વાહનોની ચકાસણી કરવામાં આવી રહી છે. આ માટે ખેડા જિલ્લામાં કુલ 21 ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. જેમાં રાસ્કા, રસિકપુરા, માલાવાડા ચોકડી અને મહિસાગર-સેવાલિયા બ્રિજ સહિતની ચેકપોસ્ટ શરૂ કરી વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પણ જળવાઈ રહે તે માટે અટકાયતી પગલાં લેવામાં આવી રહ્યા છે.

તા ૩ થી 9 નવેમ્બર સુધી કુલ 4 આરોપીની અટકાયત કરવામાં આવી છે. જ્યારે 7 વ્યક્તિઓ વિરુદ્ધ પાસાની દરખાસ્ત અને 7 વ્યક્તિઓ વિરુદ્ધ તડીપાર દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લામાં ચૂંટણી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે અત્યાર સુધીમાં આશરે 700 જેટલા હથિયાર જમા લેવામાં આવ્યા છે. અને જેમના હથિયાર આવવાના બાકી છે તેમને તાકીદ કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...