વિધાનસભા ચૂંટણીમાં અપક્ષનો દબદબો:ખેડા જિલ્લાની 6 વિધાનસભા બેઠક પર 44 ઉમેદવારોમાંથી 20 ઉમેદવાર અપક્ષના, અન્ય પાર્ટીના 24 ઉમેદવાર

નડિયાદ18 દિવસ પહેલા
  • કૉપી લિંક

ખેડા જિલ્લામાં વિધાનસભાની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ચૂક્યું છે. ગતરોજ ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસના અંતે 6 વિધાનસભા બેઠકો પર 44 ઉમેદવારો વચ્ચે રસાકસીનો જંગ ખેલાશે. જેમાં મહત્વની પાર્ટીઓ સહિત અપક્ષ લોકો મળી કુલ 44 ઉમેદવારો વચ્ચે રસાકસી ભરી ચૂંટણી આગામી 5મી ડિસેમ્બરના રોજ યોજાનાર છે.

મહત્વના પક્ષના 24 લોકો તો અન્ય અપક્ષ તરીકે 20 લોકોએ ઉમેદવારી નોંધાવી
જિલ્લાની માતર, નડિયાદ, મહેમદાવાદ, મહુધા, ઠાસરા અને કપડવંજ એમ 6 વિધાનસભા બેઠકો પર ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઇ ગયું છે. આ 6 વિધાનસભા બેઠક પર 44 ઉમેદવાર એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. આમાથી ભાજપ, કોંગ્રેસ, આમ આદમી જેવી અન્ય મહત્વના પક્ષના 24 લોકો તો અન્ય અપક્ષ તરીકે 20 લોકોએ ઉમેદવારી નોંધાવી છે. આમ આ વિધાનસભા ચૂંટણીમા અપક્ષના લોકો મત તોડવા ઊભા હોય તેવો ચિતાર જોવા મળ્યો છે.

નડિયાદની બેઠક પર 11 ઉમેદવારો પૈકી 6 ઉમેદવારો અપક્ષ
6 વિધાનસભા દીઠ વાત કરીએ તો માતર વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સહિત અન્ય મળી કુલ 7 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જેમાંથી 3 અપક્ષ ઉમેદવારો છે. નડિયાદ વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સહિત અન્ય મળી કુલ 11 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જેમાંથી 6 અપક્ષ ઉમેદવારો છે. મહેમદાવાદ વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સહિત અન્ય મળી કુલ 6 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જેમાંથી 3 અપક્ષ ઉમેદવારો છે.

કપડવંજ બેઠક પર કોઈ અપક્ષ ઉમેદવાર નહી
મહુધા વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સહિત અન્ય મળી કુલ 7 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જેમાંથી 4 અપક્ષ ઉમેદવારો છે. જ્યારે ઠાસરા વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સહિત અન્ય મળી કુલ 8 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જેમાંથી 4 અપક્ષ ઉમેદવારો છે. અને કપડવંજ વિધાનસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર સહિત અન્ય મળી કુલ 5 ઉમેદવાર વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે. જેમાંથી કોઈ અપક્ષ ઉમેદવારો નથી.

અન્ય સમાચારો પણ છે...