ચકલાસીમાં સ્ટેટ વિજિલન્સના દરોડા બાદ સ્થાનિક પોલીસે નડિયાદના નહેરુ ચોકમાં, ખેડાના સૈયદવાડામાં અને નડિયાદના વડતાલ રેલવે સ્ટેશન આગળ ખુલ્લામાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડા પાડ્યા હતા. ત્રણેય બનાવમાં કુલ 20 ઇસમોને રૂા. 53 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સમગ્ર બનાવ અંગે ખેડા, નડિયાદ ટાઉન અને ચકલાસી પોલીસે ગુનો નોંધ્યો છે. નડિયાદ શહેરના મીરા ફળીયાની સામે આવેલા નહેરુ ચોકમાં ખુલ્લામાં ચાલતા જુગારના અડ્ડા પર ગુરૂવારના રાતના 1:15 વાગ્યાના અરસામાં દરોડો પાડ્યો હતો.
જેમાં યાસીન ઉર્ફે ટીફીન વ્હોરા, અકરમ મૌલવી, સંજય ઉર્ફે સંજુ પઠાણ, ઉમેશ મારવાડી, સદામહુસેન અન્સારી, મેહમૂદઅલી સૈયદ, ઇન્તિસાર અહેમદ ઉર્ફે રાજા અન્સારી અને નઈમ અખ્તર ઉર્ફે બાપજી સૈયદને કુલ રૂ 17,980 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે ખેડા શહેરના સૈયદવાડા વડવાળી શેરીમાં ખુલ્લી જગ્યામાં ચાલતા જૂગારના અડ્ડા પર ક્રાઇમ બ્રાન્ચે ગુરૂવાર ઢળતી રાતે દરોડો પાડ્યો હતો.
જેમાં મહંમદરફીક મલેક, બંસી દલવાડી, આસીકમીયા ઉર્ફે પોપટ શેખ, સલીમઅલી શેખ, ઇરફાનઅલી સૈયદ, જીગ્નેશ ઉર્ફે લાલો પટેલ અને અશોક વ્હોરાને કુલ રૂ 16,620 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. વળી ચકલાસી પોલીસે શુક્રવારે બપોરે વડતાલ રેલવે સ્ટેશન આગળ ખુલ્લામાં ચાલતા જુગારના અડ્ડા પર દરોડો પાડ્યો હતો. જેમાં સલીમ મૂસા, હબીબ શાભઇ, અર્જુન રાઠોડ, જગદીશ પરમાર, ભીખા પરમારને કુલ રૂ 18, 650 ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા. આ સમગ્ર બનાવ અંગે નડિયાદ ટાઉન , ખેડા અને ચકલાસી પોલીસે ગુનો નોંધ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.