આદેશ:ગળતેશ્વરમાં દોઢ લાખના ચેક રિટર્ન કેસમાં તમાકુના વેપારીને 2 વર્ષ કેદ

નડિયાદ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ચેકની રકમ વળતર પેટે ચૂકવવા કોર્ટે આદેશ કર્યો

ગળતેશ્વર કોર્ટે નેગોશિયેબલ એકટ અન્વયે સજા સંભળાવી છે. તમાકુના વેપારીને કોર્ટે બે વર્ષની સાદી કેદની સજા અને રકમ વળતર પેટે ચુકવી આપવા હુકમ કર્યો છે.તેમજ કોર્ટમાં હાજર ન રહેતા બિનજામીનપાત્ર વોરંટ કાઢવાનો હુકમ કર્યો છે. ગળતેશ્વર તાલુકાના જરગાલમાં રહેતા સિંકદરમીયા શેખને ઇમરાનમીયા મલેક સાથે ઓળખાણ થતા વર્ષ 2016-17 ના વર્ષમાં એક મણ તમાકુના ભાવ રૂ. 911 લેખે કુલ 198 મણ તમાકુ ઇમરાનમીયાને આપી હતી.

જેના કુલ રકમ 1, 71, 360 નીકળતા હતા. જેથી ઇમરાનમીયાએ વર્ષ-2017માં તેમના બેંક ઓફ બરોડા સેવાલિયા શાખાનો ચેક 1 લાખ 50 હજાર અને બાકી રહેલા રૂ 21, 360 રોકડા ચૂકવી આપવા વાયદો કર્યો હતો. જે પાકતી મુદતે બેંકમાં ભરતા અપૂરતા ભંડોળના કારણે ચેક રીટર્ન થયો હતો.

આ બાદ પૈસાની માંગણી કરતા આપતા ન હોવાથી કોર્ટમાં નેગોશિયેબલ એકટ અન્વયે ફરિયાદ નોંધાવી હતી. જે તાજેતરમાં કોર્ટમાં ચાલી જતાં કોર્ટે ઇમરાનમીયા ડોસુમીયા મલેકને નેગોશીયેબલ ઇન્સ્ટુમેન્ટસ એકટની કલમ 138ના ગુનામાં બે વર્ષની સાદી કેદની સજા, ચેકની રકમ વળતર પેટે ચુકવી આપવાની, તેમજ કોર્ટમાં હાજર ન રહેતા બીન જામીન લાયક વોરંટ કાઢવાનો હુકમ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...