રિક્ષા ઊંધી થઇ ગઇ:નડિયાદના ડભાણ-કમળા રોડ પર આઈસરે ટક્કર મારતાં રિક્ષા ઉથલી પડી, 2 મહિલાના મોત, 4 લોકો ઘાયલ

નડિયાદ20 દિવસ પહેલા
  • કૉપી લિંક

નડિયાદના ડભણ કમળા રોડ પર એક આઇસર ચાલકે પોતાની આઇસર બેફિકરાઈ અને પૂરઝડપે હંકારી એક સીએનજી રિક્ષાને ટક્કર મારતા રિક્ષામાં સવાર બે મહિલાઓને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર વ્યક્તિઓને શરીરને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે 108 દ્વારા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.

લાકડા ભરેલ એક આઇસર રીક્ષાને ટક્કર મારી પલાયન થયો
નડિયાદ તાલુકાના પીપળાતા ગામના છ શ્રમજીવીઓ ખેત મજૂરી અર્થે અરેરા ગામે ગયા હતા. જ્યાંથી શનીવારના રોજ સાંજના મજૂરીએથી છૂટ્યા બાદ એક સીએનજી રીક્ષામાં પીપળાતા જવા નીકળ્યા હતા. દરમિયાન આ રિક્ષા કમળા ચોકડી પસાર કરી ડભાણ રોડ તરફ જતી હતી. તે દરમિયાન લાકડા ભરેલ એક આઇસર ચાલકે પોતાની આઇસર બે ફિકરાઈ અને પૂરઝડપે ગફલત ભરી રીતે હંકારી રોડ પર પસાર થતી સીએનજી રિક્ષાને ધડાકાભેર ટક્કર મારતાં રિક્ષારોડની સાઇડે પલ્ટી ખાઇ ગઇ હતી. અને રીક્ષાનો કચરઘાણ વળી ગયો હતો.

ઈજાગ્રસ્તોને 108 દ્વારા નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા
રિક્ષામા બેઠેલ બે મહિલા શ્રમજીવી રોડ પર પટકાતા તેઓને માથાના તેમજ શરીરના અન્ય ભાગોએ ગંભીર ઇજાઓ થતાં તેઓનું ઘટના સ્થળે મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે અન્ય ચાર શ્રમજીવીઓને ઇજાઓ થતા તાત્કાલિક સારવાર અર્થે 108 દ્વારા નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. આ બનાવની જાણ નડિયાદ રૂરલ પોલીસ મથકે થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. અને ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી દીધી છે.

અન્ય સમાચારો પણ છે...