આગાહીના પગલે એલર્ટ:ખેડા જિલ્લામાં 2 SDRFની ટીમો તૈનાત, આવતીકાલે મધ્ય ગુજરાતમાં ભારે જિલ્લા વહીવટી તંત્ર પણ સજાગ

નડિયાદ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લો પ્રેશર સક્રિય થતાં ભારે વરસાદના પગલે તંત્ર એલર્ટ
  • -જિલ્લામા આકસ્મિક સંજોગોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરુ કરવામાં આવેલ ફ્લડ કંટ્રોલને સંપર્ક કરવા અપીલ કરાઈ

સમગ્ર રાજ્યમાં મેઘરાજાએ અતિવૃષ્ટિ સર્જી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ સહિતના વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે. આ ઉપરાંત ખેડા જિલ્લાના પાડોશી જિલ્લા આણંદમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આવતીકાલે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે ખેડા જિલ્લા વહીવટી તંત્ર પણ સજાગ થયું છે. ખેડા જિલ્લામાં 2 SDRFની ટીમો તૈનાત કરવામાં અવી છે.

દ.ગુજરાત અને સૌરાષ્ટ્રમા સાંબેલાધાર વરસાદ વરસતા અનેક ગામોમાં પુરીની સ્થિતિ ઊભી થઈ
રાજ્યના હવામાન વિભાગે 13 જુલાઇથી 17જુલાઈ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે તમામ જિલ્લામાં સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા સાબેલાધાર વરસતા અનેક ગામોમાં પુરીની સ્થિતિ ઊભી થઈ છે અને આવા ગામો સંપર્ક વિહોણા બન્યા છે.

15 જુલાઇ બાદ વરસાદનું જોર ઘટવાની વકી
ઓડિશામાં આગામી પાંચ દિવસમાં એક પછી એક બે નવા લૉ-પ્રેશર સક્રિય થતાં અમદાવાદ સહિત ગુજરાતમાં આગામી બે દિવસ ધોધમાર વરસાદ પડવાની શક્યતા છે. હાલમાં બેમાંથી એક લૉ-પ્રેશર સક્રિય થયું છે અને આગામી 24 કલાકમાં ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે. 15 જુલાઇ બાદ વરસાદનું જોર ઘટવાની વકી હવામાન વિશેષજ્ઞે વ્યક્ત કરી છે. અમદાવાદ-ભોપાલ હવામાન વિભાગના પૂર્વ ડાયરેક્ટર ડો. ડી.બી. દુબેના જણાવ્યા મુજબ, લૉ પ્રેશર 14 જુલાઈ સુધી ગુજરાત સુધી પહોચશે તેમજ અમદાવાદ સહિત મધ્ય ગુજરાત નજીકથી પસાર થશે, જેથી 14 જુલાઇએ અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમા ફરી ભારે વરસાદ પડી શકે છે. ત્યાર બાદ વરસાદનું જોર ઓછું થશે.

ખેડા જિલ્લામાં છેલ્લા 3 દિવસથી માત્રને માત્ર છૂટાંછવાયાં હળવા ઝાપટા પડી રહ્યા છે
આ આગાહીના પગલે ખેડા જિલ્લા વહીવટી તંત્ર એ પણ સજાગતા કેળવી છે. અને જિલ્લામાં 2 (સ્ટેટ ડીજાસ્ટર રીસપોન્સ ફોર્સ) SDRFની પ્લાટુન તૈનાત કરવામાં આવ્યા છે. આ સાથે સાથે જિલ્લામા આકસ્મિક સંજોગોમાં જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શરુ કરવામાં આવેલ ફ્લડ કંટ્રોલને સંપર્ક કરવા અપીલ કરાઇ છે. આ વચ્ચે રાહતના સમાચાર છે કે છેલ્લા 3 દિવસથી માત્રને માત્ર છૂટાંછવાયાં હળવા ઝાપટા પડી રહ્યા છે. ક્યાં પણ ભારે વરસાદ ખાબક્યો નથી.‌ ઉપરોક્ત આગાહી છે પણ ખેડા જિલ્લામાં નો વોર્નીગ હોવાથી ડરવાની જરૂર નથી તેમ જિલ્લા પ્રશાસન જણાવી રહ્યું છે.

​​​​​​​

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...