મહાકાય કાચબો:નડિયાદના બિલોદરામાં 2 ફુટ લાંબો અને 25 kg વજન ધરાવતો કાચબો જોવા મળ્યો, જેસીબી મારફતે રેસ્ક્યુ કરી નદીમાં છોડાયો

નડિયાદ16 દિવસ પહેલા

નડિયાદ શહેરના કપડવંજ રોડ પર આવેલ બિલોદરા ગામની સીમમાંથી મહાકાય કાચબો રોડની સાઈડમાંથી મળી આવ્યો હતો. જેના કારણે અહીંયા ભારે કુતુહલતા સર્જાઈ હતી. જોકે, છેવટે આ કાચાબાનુ જિલ્લાની IDRRC ટીમે રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડ્યો હતો.

સ્થાનિકો થોડા સમય માટે ગભરાયા હતા
શહેરના કપડવંજ રોડ પર બિલોદરા ગામની સીમમાંથી બુધવારની સમી સાંજે રોડની સાઈડમાં મહાકાય કાચબો મળી આવ્યો હતો. આ કાચબો આશરે 2 ફુટ લાંબો અને 25 Kg વજન ધરાવતો હતો. સ્થાનિકોની નજર આ કાચબા પર પડતાં સ્થાનિકો થોડા સમય માટે ગભરાયા હતા. આટલો મહાકાય કાચબો જોઈ સ્થાનિકોએ આ અંગેની જાણ જિલ્લાની IDRRC ટીમને કરી હતી. આથી આ ટીમના સાગર ચૌહાણ અને નિસર્ગ શાહ અહીયા દોડી આવ્યાં હતા.

જેસીબીની મદદથી સલામત સ્થળે લઈ જવામાં આવ્યો
આ બાદ નજીક જેસીબીથી કામ કરતાં સ્થાનિક નીલેશભાઈની મદદ મેળવી IDRRC ટીમે રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરી હતી. કાચબાને સામાન્ય થોડી ઈજા હોવાના કારણે સૌપ્રથમ પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. આ બાદ જેસીબીની મદદથી મહાકાય કાચાબાને ઉઠાવી સલામત સ્થળે લઈ જવામાં આવ્યો હતો. અને પછી છેલ્લે શેઢી નદીમાં આ કાચબાને છોડી દેવાયો હતો. મહત્વનું છે કે, જિલ્લાની કલેકટર કચેરીમા ફરજ બજાવતી IDRRC ટીમના સભ્યોએ અગાઉ રહેણાંક મકાનમાં ઘૂસી આવેલા સાપ સહિત અન્ય જળચર પ્રાણીઓના રેસ્ક્યુ કરી માનવતા ભરી કામગીરી કરી છે.

અન્ય સમાચારો પણ છે...