ઢોરોનો ત્રાસ યથાવત:નડિયાદમાં રસ્તા પર લડતી 2 ગાયે બિલ્ડરને અડફેટે લીધા

નડિયાદ4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોપેડ પરથી પટકાતા પગમાં ગંભીર ઇજા

નડિયાદ શહેરમાં રખડતા ઢોરોનો ત્રાસ યથાવત છે. શહેરના જાણીતા બિલ્ડર સોમવારે સાંજના સમયે પીજ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે બે ઝઘડતી ગાયો તેમના મોપેડ સાથે અથડાતા બિલ્ડર રસ્તા પર પટકાયા હતા. ઘટનામાં તેઓને ગંભીર ઈજાઓ થતા અમદાવાદ ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી પડી છે.

નડિયાદના શ્રેયસ ગરનાળા પાસે આવેલ લાલવાણી બિલ્ડર્સના સચ્ચુભાઈ લાલવાણી રખડતા ઢોરોનો ભોગ બન્યા છે. સોમવારે સાંજે પાંચ વાગ્યાના સુમારે તેઓ પીજ ચોકડી થી શ્રેયસ ગરનાળા તરફ આવી રહ્યા હતા, ત્યારે બેંક ઓફ બરોડા પાસે ઝઘડી રહેલી બે ગાયો સીધી તેમના મોપેડ પર આવી અથડાઈ હતી, જેના કારણે બેલેન્સ બગડતા તેઓ રસ્તા પર પટકાયા હતા. સચ્ચુભાઈના મિત્રવર્તુળ માંથી મળતી વિગતો મુજબ હાલ તેઓને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યા તેઓના ડાબા પગનું ઓપરેશન કરાવવામાં આવ્યું છે. નડિયાદ શહેરમાં રખડતાં પશુઓનો ત્રાસ વધી ગયો છે. છ માસમાં 5થી વધુ વ્યક્તિને રખડતાં ઢોરે અડફેટમાં લઈને ઈજા પહોંચાડવાના બનાવો બન્યા હતા.

અન્ય સમાચારો પણ છે...