ભાસ્કર વિશેષ:595 માસ્ટર ટ્રેનર થકી 19,166 ખેડૂતને ટ્રેનિંગ અપાઈ, 6,562 ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડા જિલ્લામાં 398 ગામમાં 25 થી વધુ ખેડૂતો કરે છે પ્રાકૃતિક ખેતી

ખેડા જિલ્લાની 531 ગ્રામ પંચાયતમાં પ્રાકૃતિક ઢબે ખેતી થતી જોવા મળી રહી છે. જેમાં જિલ્લાની 398 એવી ગ્રામ પંચાયતો છે, જેમાં 25 થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી સાથે જોડાયા છે. જ્યારે 7 ગ્રામ પંચાયતો એવી છે, જેમાં 75 થી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. પ્રાકૃતિક ખેતીના અભિયાનને વધુ વેગવાન બનાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા આત્મા પ્રોજેક્ટ હેઠળ કામ કરી રહેલ કર્મચારીઓને સૂચન કરવામાં આવ્યું છે. 595 માસ્ટર ટ્રેનર દ્વારા અત્યાર સુધી 19,166 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની ટ્રેનીંગ અપાઇ છે. જેમાંથી હાલ 6,562 ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.

આ સંદર્ભે જિલ્લા કલેક્ટર કે.એલ.બચાણી, ખેતીવાડી અધિકારી દિપક રબારી, આત્મા પ્રોજેક્ટ ના ડાયરેક્ટર સહિતના અધિકારીઓ સાથે પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે બેઠક યોજી પરામર્શ કર્યો હતો. ખેડા જિલ્લામાં પ્રાકૃતિક ખેતીનો વધુ સારો અવકાશ છે. કારણકે, જિલ્લાની મોટાભાગની વસ્તી ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલી છે. જિલ્લામાં વડતાલ અને ડાકોર જેવા મથકો પર SPNF ની ટ્રેનીંગ લીધેલ 595 માસ્ટર ટ્રેનર દ્વારા અત્યાર સુધી 19,166 ખેડૂતોને પ્રાકૃતિક ખેતીની ટ્રેનીંગ આપવામાં આવી છે.

જેમાંથી હાલ 6,562 ખેડુતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. સજીવ ખેતી થકી જમીન ફળદ્રુપ થતા થોડો સમય લાગે છે પરંતું એકવાર ફળદ્રુપ થયા બાદ ઉતારો વધે છે ત્યારે ખેડૂતોએ ગાયના મૂતરમાંથી તૈયાર થતા જીવામૃતનો ઉપયોગ કરવાથી જીવાતો દૂર થાય છે અને જમીન અને પાકને નુકસાન થતું નથી તે અંગેની સમજ અપાઈ હતી.

9 વર્ષ થી પ્રાકૃતિક ખેતી શરૂ કરી આજે સજીવ ખેતી આયામના પ્રમુખ
નડિયાદ તાલુકાના નરસંડા ગામે રહેતા ઉમેશ ગીરી ગોસ્વામી આમ તો 20 વર્ષથી ખેતી કરે છે. પરંતુ છેલ્લા 9 વર્ષથી તેઓ સજીવ ખેતી સાથે સંકળાયા છે. વર્ષ 2015-16 માં પદ્મશ્રી સુભાષ પાલેકર દ્વારા આયોજીત ગાય આધારિત ખેતી પ્રોજેક્ટમાં તેઓએ તાલીમ લીધી હતી જે બાદ તેઓએ ઝીરો બજેટ વિચારધારા હેઠળ ખેતી શરૂ કરી હતી. પ્રાકૃતિક ખેતી માટે ઉમેશ ગીરી ને 2016-17 માં કૃષિ કલ્યાણ મહોત્સવ કાર્યક્રમમાં જિલ્લા કક્ષાએ બેસ્ટ આત્મા ફાર્મરનો એવોર્ડ પણ મળી ચૂક્યો છે. આજની તારીખમાં રાજ્યભરમાંથી આત્મા પ્રોજેક્ટ હેઠળ ખેડૂતો નરસંડા સ્થિત ગીરી ફાર્મ પર સજીવ ખેતીના પાઠ શીખવા માટે આવે છે.

અન્ય સમાચારો પણ છે...