એલર્ટ:ખેડા જિલ્લામાં ઉત્તરાયણ ટાણે 108ની 18 વાન એલર્ટ મોડ પર

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વર્ષ 2021માં 154 સામે 2022માં કેસની સંખ્યા વધીને 173 થઈ હતી

ઉત્તરાયણ પર્વ એટલે આનંદ અને ઉત્સાહની પર્વ. પરંતુ કેટલાક આકસ્મિક બનાવોને પગલે આ પર્વ ઘણીવાર દુર્ઘટનાઓ અને અકસ્માતોમાં પરિણમતું હોય છે. આવી સ્થિતિમાં 108 ની ટીમ હંમેશા માનવ જીંદગીઓને બચાવવા કાર્યરત હોય છે. દર વર્ષે ઉત્તરાયણના પર્વ દરમિયાન બનતી અકસ્માતો માંથી નોંધ લઈ આ પ્રકારની ઘટનાઓમાં ઈમરજન્સી સારવાર આપી સકાય તે માટે 108 ની 18 ટીમો આ વખતે ખેડા જિલ્લામાં ખડેપગે રહી છે.

108 ની ટીમ દ્વારા મળતી વિગતો મુજબ સામાન્ય દિવસો કરતા ઉત્તરાયણના સમયે મળતા અકસ્માતોના કેસોમાં અંદાજીત 39 ટકાનો વધારો જોવા મળે છે. વર્ષ 2021 માં 14 જાન્યુઆરીના રોજ 84 કેસ અને 15 જાન્યુઆરીના રોજ 70 મળી બે દિવસમાં કુલ 154 કેસ નોંધાયા હતા. જ્યારે વર્ષ 2022 માં 14 જાન્યુઆરીના રોજ 82 કેસ અને 15 મીના રોજ 91 મળી કુલ 173 કેસ નોંધાયા હતા.

આમ 2021 ની સરખામણીએ 2022 માં 19 કેસ વધારે નોંધાયા હતા. આ આંકડા પરથી તહેવારના દિવસોમાં વધતા કોલને ધ્યાન પર લઈ 108 દ્વારા જિલ્લામાં 18 ટીમો એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. જેમાં ધાબા પરથી પડી જવાના, દોરીથી ગળુ કપાવાના, કેસમાં ત્વરીત 108 નો સંપર્ક કરવા જિલ્લા સુપરવાઈજર વિરાટ પંચાલ અને પ્રોગ્રામ મેનેજર બળદેવ રબારી દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...