કાર્યવાહી:ખેડાના કાજીપુરા પેટ્રોલપંપમાં પાર્ક કરેલ ટેમ્પોમાંથી 18 પાર્સલની ચોરી

નડિયાદએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પાર્સલમાં 195 મોબાઇલ અને 10 એરબર્ડ ભરેલા હતાં

અમદાવાદના સનાથલ ગોડાઉનમાંથી મોબાઈલના પાર્સલ ભરી નિકળેલ આઇસર ખેડાના કાજીપુરા પેટ્રોલપંપના પાર્કિંગમાંથી પાર્સલની ચોરી થઇ છે. અજાણ્યા ઇસમો આઇસરના દરવાજાના સીલ તોડી કુલ 18 પાર્સલ કિ રૂ 27.55 લાખની મત્તાની ચોરી કરી ફરાર થઇ ગયા હતા. સ્થાનિક પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદના સનાથલ સર્કલ પાસે આવેલ રીલે એક્સપ્રેસ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી આઇસરમાં પાર્સલ ભરી તા.31 ઓગસ્ટના રોજ ડ્રાઇવર કિરણભાઇ તરળ નીકળ્યા હતા. કંપનીના ગોડાઉનમાંથી નિકળેલ આઇસર વડોદરા, અંકલેશ્વર અને મુંબઇના પાર્સલ ભર્યા હતા.

ડ્રાઇવર કિરણ અસલાલી સર્કલે ચા-પાણી કરી તેઓ ખેડાના કાજીપુરા પેટ્રોલપંપ પર રાતના ચાર વાગ્યાના સુમારે આઇસરમાં ડીઝલ ભરાવી આઇસર પાર્કિંગમાં પાર્ક કરી લઘુશંકા કરવા માટે ગયા હતા. તેઓ પરત આવી આઇસરના ટાયર ચેક કરતા હતા તે સમયે આઇસરના દરવાજાના સીલ તૂટેલા જોવા મળ્યા હતા. જેથી તેઓએ બીલટી મુજબ પાર્સલની ગણતરી કરતા 18 પાર્સલની ચોરી થઇ હતી આ પાર્સલમાં જુદી જુદી કંપનીના મોબાઇલ નંગ-195 , એરબર્ડ નંગ-10 મળી કુલ રૂ 27,55,167 ની ચોરી થઇ હોવાનું માલૂમ પડ્યુ હતુ.

પાર્સલ ભરૂચ અને અંકલેશ્વર પહોંચાડવાના હતા
રહેબર ટેલીકોમ વાગરા ભરૂચ ના પાર્સલ નંગ-7 મોબાઇલ નંગ-70, ક્રિશ મોબાઇલ એન્ડ કોમ્પ્યુટર સર્વિસ ભરૂચના 6 પાર્સલ મોબાઈલ નંગ-55, શાંતિનાથ એજન્સી ભરૂચ 3 પાર્સલ મોબાઈલ નંગ-60, નીલકંઠ સાઇનાથ એજન્સી ભરૂચ 1 પાર્સલ મોબાઈલ નંગ-10, અઝીઝ એજન્સી અંકલેશ્વર પાર્સલ-1 10 એરબર્ડની ચોરી થઇ છે.

અન્ય સમાચારો પણ છે...