શાસ્ત્રીય સ્પર્ધા:સુરત મૂકામે યોજાયેલી રાજ્યસ્તરીય સ્પર્ધામાં નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના 17 ઋષિકુમારો ઝળક્યા

નડિયાદ25 દિવસ પહેલા
  • કૉપી લિંક

તાજેતરમાં સુરત મૂકામે ગુજરાત રાજ્ય પાઠશાળા મંડળ તેમજ રાજ્ય સરકારના સંયુક્ત ઉપક્રમે શ્રી શાંડિલ્પ ઋષિ વેદ સંસ્કૃત પાઠશાળા ખાતે રાજ્ય સ્તરિય સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં નડિયાદ ખાતેના બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના 17 ઋષિકુમારોએ ભાગ લીધો હતો. અને સમગ્ર રાજ્યમાં ત્રીજુ સ્થાન હાંસલ કર્યું છે.

રાજ્યમાંથી 42 પાઠશાળાઓ તેમજ 600 જેટલા સ્પર્ધકો હતા
સુરત ખાતે જાન્યુઆરી 2023માં રાજ્ય સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધાનું આયોજન થયું હતું. જેમાં રાજ્યમાંથી 42 પાઠશાળાઓ તેમજ 600 જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ શાસ્ત્રીય સ્પર્ધામાં 35થી વધુ ભાષણ, શાભકા, કંઠપાઠ, ક્વિઝ, સમસ્યાપૂર્તિ જેવી સ્પર્ધાઓ હતી. આમાં નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના 17 ઋષિકુમારોએ ગોલ્ડ,સિલ્વર, બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

ગોલ્ડ મેડલ જીતનાર 3 ઋષિકુમારો ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરશે
તમામ ઋષિકુમારોએ પદ્મશ્રી ડાયાભાઈ શાસ્ત્રીના આર્શીવાદ મેળવ્યા હતા અને તેમના દ્વારા આ 17 સ્પર્ધકોનુ સન્માન કરાયું હતું. આટલુ કાફી નહી પણ તમામ 17 સ્પર્ધકોએ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયનુ નામ રોશન કર્યું છે અને ઉપરોક્ત સ્પર્ધામા સમગ્ર રાજ્યમાં ત્રીજા નંબરે ઉત્તીર્ણ થયા છે.ત્રીજા નંબરે ઉત્તીર્ણ થઈ તૃતીય ક્રમાંકની વિજય વૈજયંતી પ્રાપ્ત કરી છે.આ બ્રહ્મર્ષિ મહાવિદ્યાલયના ઋષિકુમારોએ 2 શલાકા અને 1 ભાષણ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યા છે. તો આગામી સમયમાં બનારસ ખાતે યોજાનાર અખિલ ભારતીય રાષ્ટ્ર સ્તરીય શાસ્ત્રીય સ્પર્ધામાં બ્રહ્મર્ષિ મહાવિદ્યાલયના ગોલ્ડ મેડલ જીતનાર 3 ઋષિકુમારો ગુજરાતનુ પ્રતિનિધિત્વ કરવા જવાના છે.

અન્ય સમાચારો પણ છે...